લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

65 બોલ, 15 સિક્સ, 9 ફોર, 165 રન… T20માં હમજાએ ઈતિહાસ રચ્યો, વિરોધી ટીમ 17 રનમાં ઓલઆઉટ | Rwanda’s Hamza Khan Smashes 164 Runs In T20I Creates History In ICC World Cup Qualifier 2026

by

Thenewsdk

Updated: 24-05-2026, 11.03 PM

Follow us:

65 બોલ, 15 સિક્સ, 9 ફોર, 165 રન… T20માં હમજાએ ઈતિહાસ રચ્યો, વિરોધી ટીમ 17 રનમાં ઓલઆઉટ | Rwanda’s Hamza Khan Smashes 164 Runs In T20I Creates History In ICC World Cup Qualifier 2026



photo 1779644007002

ICC Men’s T20 World Cup Qualifier 2026 : બોત્સ્વામાં રમાઈ રહેલા ICC પુરુષ T20 વર્લ્ડ કપ સબ-રીજનલ આફ્રિકા ક્વોલિફાયર ગ્રુપ A 2026ના મુકાબલામાં રવાન્ડાના ઓપનર હમઝા ખાને નવો ઈતિહાસ રચી દીધો છે. આઈવરી કોસ્ટ સામે રમાયેલી ટૂર્નામેન્ટની ચોથી મેચમાં હમઝા ખાને માત્ર 65 બોલમાં 9 ચોગ્ગા અને 15 છગ્ગાની મદદથી અણનમ 164 રન ફટકાર્યા હતા.

150 રનનો આંકડો વટાવનાર વિશ્વનો 7મો બેટર બન્યો

આ સાથે હમઝા T20I ક્રિકેટના ઈતિહાસમાં બીજી સૌથી મોટી ઈનિંગ્સ રમવાવાળા બેટ્સમેન બની ગયો છે, તેમજ આ ફોર્મેટમાં 150 રનનો આંકડો વટાવનાર વિશ્વના 7મા બેટ્સમેન બન્યા છે. હમઝા ખાને માત્ર 41 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. પોતાની કરિયરની 38મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા હમઝાની આ પ્રથમ સદી છે, આ પહેલાં તેઓ 4 અડધી સદી ફટકારી ચૂક્યા છે.

આ પણ વાંચો : IPL-2026 પ્લેઓફનું ચિત્ર સાફ : રાજસ્થાન ચોથી ટીમ બની, મુંબઈ હારતા વધુ બે ટીમો બહાર

પ્રથમ વિકેટ માટે 196 રનની ભાગીદારી

મેચમાં પ્રથમ બેટિંગ કરતા રવાન્ડાએ 3 વિકેટે 288 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. હમઝા ખાન અને કેપ્ટન ડિડિઅર દિકુબવિમાના (45 બોલમાં 69 રન) વચ્ચે પ્રથમ વિકેટ માટે 196 રનની ભાગીદારી થઈ હતી. જવાબમાં આઈવરી કોસ્ટની આખી ટીમ 16 ઓવરમાં માત્ર 17 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આઈવરી કોસ્ટ તરફથી કોઆકો વિલ્ફ્રેડે 31 બોલમાં 2 રન અને મેગા ઈબ્રાહિમે 22 બોલમાં 4 રન બનાવ્યા હતા. રવાન્ડા માટે મુહમ્મદ નાદિર અને yves સયુષાએ 3-3 વિકેટ ઝડપી હતી. પરિણામે રવાન્ડાએ 271 રનથી મેચ જીતી લીધી હતી, જે T20I ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ ત્રીજી સૌથી મોટી જીત છે.

એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન (પુરુષ ટી20 આંતરરાષ્ટ્રીય)

  • એરોન ફિંચ (ઓસ્ટ્રેલિયા) 172 રન, વિરુદ્ધ ઝિમ્બાબ્વે 2018
  • હમજા ખાન (રવાંડા) અણનમ 164 રન, વિરુદ્ધ આઇવરી કોસ્ટ 2026
  • હઝરતુલ્લાહ ઝઝાઈ (અફઘાનિસ્તાન) અણનમ 162 રન, વિરુદ્ધ આયર્લેન્ડ 2019
  • મોહમ્મદ ઇહસાન (સ્પેન) 160 રન, વિરુદ્ધ ક્રોએશિયા 2025
  • એરોન ફિંચ (ઓસ્ટ્રેલિયા) 156 રન, વિરુદ્ધ ઇંગ્લેન્ડ 2013

આ પણ વાંચો : IPLના ઈતિહાસમાં રોહિત શર્માના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, મેક્સવેલના રેકોર્ડની બરાબરી કરી





Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤