લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

IPL 2026: મેદાન બાદ હવે સોશિયલ મીડિયા પર જંગ! કોહલી સાથેની તકરાર વચ્ચે ટ્રેવિસ હેડની પોસ્ટ વાયરલ | Virat Kohli and Travis head sledging goes out of field to instagram

by

Thenewsdk

Updated: 23-05-2026, 02.25 PM

Follow us:

IPL 2026: મેદાન બાદ હવે સોશિયલ મીડિયા પર જંગ! કોહલી સાથેની તકરાર વચ્ચે ટ્રેવિસ હેડની પોસ્ટ વાયરલ | Virat Kohli and Travis head sledging goes out of field to instagram


Head And Kohli Sledging: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે શુક્રવારે એટલે કે 22 મેના રોજ રમાયેલી ધમાકેદાર IPL મેચ બાદ હવે મેદાનની લડાઈ સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઈ છે. મેચ દરમિયાન વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે થયેલી ઓન-ફિલ્ડ તકરાર હજુ શાંત પણ નહોતી થઈ, ત્યાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટે ઇન્ટરનેટ પર ભારે સનસનાટી મચાવી દીધી છે.

ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી શરૂ થયો નવો વિવાદ

મેચ પૂર્ણ થયાના થોડા જ સમયમાં ટ્રેવિસ હેડે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર બોલિંગ સમયની એક તસવીર શેર કરી હતી. આ કેપ્શનમાં તેણે લખ્યું હતું, ‘શરીરને અસમંજસમાં રહેવા દો’.  હેડની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફેન્સે તેને સીધી વિરાટ કોહલી સાથેના વિવાદ સાથે જોડી દીધી હતી. મોટાભાગના યુઝર્સનું માનવું છે કે આ પોસ્ટ કોહલી સાથે થયેલી તીખી ચર્ચાનો પરોક્ષ જવાબ છે. જોકે, વાસ્તવમાં આ ફિટનેસ અને જિમ સાથે જોડાયેલી એક ટર્મ છે, જેનો અર્થ ‘શરીરને સતત નવા પડકારો આપવા જેથી તે એક જ રૂટિનનો આદિ ન બને’ તેવો થાય છે. પરંતુ મેચની પરિસ્થિતિને જોતાં આ પોસ્ટ હાલ ભારે ચર્ચાનો વિષય બની છે.

મેદાન પર શું બની હતી ઘટના?

રસપ્રદ વાત એ છે કે ટ્રેવિસ હેડ સામાન્ય રીતે બોલિંગ કરતા નથી, પરંતુ RCB સામે તેમણે બોલિંગ કરી હતી અને આરસીબીના કેપ્ટન રજત પાટીદારની મહત્ત્વની વિકેટ લઈને ફેન્સને ચોંકાવી દીધા હતા.

કોહલીની સ્લેજિંગ અને હેડનો પલટવાર

RCBના રનચેઝ દરમિયાન વિરાટ કોહલી વારંવાર હેડ તરફ જોઈને તેને બોલિંગ કરવા માટે આક્રમક અંદાજમાં ઉશ્કેરતા નજરે પડ્યા હતા. કોમેન્ટેટર્સના જણાવ્યા અનુસાર કોહલી કહી રહ્યા હતા, “આવો, થોડી બોલિંગ કરો.” જેની સામે હેડે પણ વળતો પ્રહાર કરતાં કહ્યું હતું, “હું બોલિંગ કરવા આવું તે પહેલાં જ તમે આઉટ થઈ ગયા.”

IPL 2026: મેદાન બાદ હવે સોશિયલ મીડિયા પર જંગ! કોહલી સાથેની તકરાર વચ્ચે ટ્રેવિસ હેડની પોસ્ટ વાયરલ 2 - image

મેચ બાદ કોહલીએ હેડ સાથે હાથ ન મિલાવ્યા!

અસલી વિવાદ મેચ પૂરી થયા બાદ સામે આવ્યો હતો. મેચ સમાપ્ત થયા પછી વિરાટ કોહલીએ SRHના કેપ્ટન પેટ કમિન્સ સહિતના તમામ ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા હતા, પરંતુ તેમણે ટ્રેવિસ હેડની સંપૂર્ણ અવગણના કરી હતી અને તેની સાથે હાથ પણ મિલાવ્યા નહોતા. કેમેરામાં કેદ થયેલી આ ક્ષણે સોશિયલ મીડિયા પર ફેન્સને બે ભાગમાં વહેંચી દીધા છે. કેટલાક ફેન્સ કોહલીના આ આક્રમક વલણને અયોગ્ય ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો: આખી સિઝન ભંગાર ફિલ્ડિંગ કરી…: હાર બાદ કોના પર ભડક્યો હાર્દિક પંડ્યા? પોતાની ભૂલ પણ સ્વીકારી

ઈરફાન પઠાણે વ્યક્ત કરી નારાજગી

પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે પણ કોહલીના આ વર્તન પર નારાજગી વ્યક્ત કરી છે. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા પઠાણે જણાવ્યું કે, “મેદાન પર મેચના ગરમ માહોલમાં આવી બોલાચાલી થવી સામાન્ય બાબત છે, પરંતુ મેચ પૂર્ણ થયા બાદ મેદાનની બહાર જે પ્રકારનું વર્તન જોવા મળ્યું, તે ન થવું જોઈતું હતું.”



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤