GUJARAT

Navratriમાં ખેલૈયાઓ મોડી રાત સુધી રમી શકશે ગરબા, ગૃહ રાજયમંત્રીએ કરી જાહેરાત

ગુજરાતમાં હવે 12 વાગ્યા સુધી નહી પણ મોડી રાત સુધી ગરબા રમી શકાશે,નવરાત્રિમાં ગરબા રમવાને લઈ ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે,નાના વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે અને પોલીસ તેમની ફરજનું જોડે જોડે પાલન પણ કરશે,સાથે સાથે પોલીસને સૂચનાઓ પણ આપવામા આવી છે.નાગરિકો પણ જવાબદારી નિભાવે અને કોઈને તકલીફ ના પડે તેવું કામ કરે,લોકો હેરાન ન થાય તેની જવાબદારી નાગરિકોની રહેશે.

મોડી રાત સુધી રમો ગરબા

ગુજરાતમાં મોડી રાત સુધી ગરબા રમવા માટે હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી છે,હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતીઓ ગરબા નહી રમે તો કોણ રમશે.ત્યારે આ જાહેરાત થતાની સાથે જ ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.પોલીસને નાગરિકો સહકાર આપે તેવી અપીલ હર્ષ સંઘવીએ કરી છે અને મોડી રાત સુધી વેપારીઓ વેપાર કરી શકશે અને ખેલૈયાઓને મોડી રાત સુધી નાસ્તો પણ બજારમાંથી મળી રહેશે.

બહેનો અને દીકરીઓ ખાસ રાખે ધ્યાન

નવરાત્રીના સમય દરમિયાન તમે જ્યાં ગરબા રમવા જવાના હોય તેનું એડ્રેસ અને જેમની સાથે જવાના હોય એ સાથીદારો/મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો.ગરબા રમવા જાઓ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન રાખજો તેમજ અજાણી અથવા ઓછા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીણાં,કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્ય પદાર્થ ખાશો નહીં.અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો,ફોટોગ્રાફ્સ કે વીડિયો શેર કરશો નહીં તેમજ અજાણી વ્યક્તિ સાથે એકાંતવાળી જગ્યાએ જશો નહી.

વાહન ના મળે તો પોલીસને કરો જાણ

સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવવી જરૂરી છે.ગરબા રમવા જાવ ત્યારે પરિચિત લોકો સાથે જ રહેજો, અજાણી વ્યક્તિની લિફ્ટ લેવી કે એમને લિફ્ટ આપવી નહી સાથે સાથે ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા-આવવાનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરજો જેથી તમને રોડ પર એકલું લાગે નહી અને તમારી એકલતાનો કોઈ લાભ ઉઠાવે નહી.રાત્રીના સમયે જો કોઈ વાહન ન મળતું હોય તો 100 અથવા 181 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો.

મહિલા પોલીસકર્મીઓ પાર્ટી પ્લોટમાં સાદા ડ્રેસમાં બજાવશે ફરજ

નવરાત્રીમાં અમદાવાદ પોલીસની મહિલા ટીમ સાદા ડ્રેસમાં પાર્ટી પ્લોટમાં ફરજ બજાવશે અને રોમિયો પર ધ્યાન રાખશે.આ મહિલા પોલીસ કર્મચારીઓ ગરબાના વિવિધ સ્થળ પર ભીડમાં જઇને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર બાજ નજર રાખશે. મહિલાઓની છેડતી, અસામાજીક તત્વોનો આતંક જણાશે તો આ મહિલા પોલીસકર્મીઓ તેને પાઠ ભણાવશે.હાલ શહેરમાંથી વિવિધ આયોજકોએ ગરબા આયોજન માટે પોલીસ વિભાગ પાસે મંજૂી માગી છે. ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસ CCTV દ્વારા બાજ નજર રાખશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button