GUJARAT

Spy scandal: લાભશંકર મહેશ્વરીની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી

  • એરફોર્સના જવાનના વોટ્સએપ મારફતે જાસૂસી કરેલી
  • ગુનો કર્યો તે સમયે આરોપી ભારતીય નાગરિકત્વ ધરાવતો હતો
  • તપાસમાં સિમકાર્ડ જામનગરના રહેવાસી મોહમંદ સકલેન ઉમર થાઇમનું ટ્રેસ થયુ હતુ

ભારતીય એરફોર્સ જવાનના વોટ્સએપમાં માલવેર ફાઇલ મોકલી કથિત જાસૂસી કરવાના ચકચારભર્યા પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટે પૂર્વ પાકિસ્તાની નાગરિક લાભશંકર દુર્યોધન મહેશ્વરીની જામીન અરજી આકરા વલણ સાથે ફ્ગાવી દીધી હતી. હાઈકોર્ટે પૂર્વ પાકિસ્તાની નાગરિક વિરૂદ્ધના ગંભીર આરોપ અને ગુનાહિત કૃત્યને જોતાં તેને જામીન આપવાનો સાફ્ ઇનકાર કરી દીધો હતો.

પૂર્વ પાકિસ્તાની નાગરિક અને પાછળથી ભારતીય નાગરિકત્વ ધરાવનાર આરોપી લાભશંકર મહેશ્વરીની જામીન ફ્ગાવતાં કોર્ટે જણાવ્યું હતું કે, કેસના રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે, ગત તા.3-4-2023 ના રોજ એરફોર્સમાં ફરજ બજાવતાં જવાન કે જે કારગિલ સ્થિત એરફોર્સ સ્ટેશનમાં તૈનાત હતો, તેને જમ્મુ-કાશ્મીરના અજાણ્યા નંબર પરથી એક વોટ્સ એપ મેસેજ મલ્યો હતો. જેમાં તેને એક ફાઇલ ડાઉનલોડ કરવા જણાવાયું હતું. જો કે, તે ફાઇલ ડાઉનલોડ કરવામાં અસમર્થ રહેતાં તેણે આ ફાઇલ પોતાની પત્નીના ફોન પર મેસેજ ફોરવર્ડ કર્યો હતો અને પાછળથી જાણવા મળ્યું હતું કે, ફાઇલમાં માલવેર છે અને તેનો હેતુ ભારતના સશસ્ત્ર દળો વિશે ગુપ્ત માહિતી મેળવવાનો હતો.

હાઇકોર્ટે નોંધ્યું હતું કે, તપાસમાં સિમકાર્ડ જામનગરના રહેવાસી મોહમંદ સકલેન ઉમર થાઇમનું ટ્રેસ થયુ હતુ અને ત્યારબાદ આ સિમકાર્ડ આરોપી મહેશ્વરીને પહોંચાડવામાં આવ્યું હતું. એ પછી મહેશ્વરીએ અન્ય એક સાક્ષીને વોટ્સ ઓટીપી મેળવવાના ઇરાદાથી તેના મોબાઇલમાં સિમકાર્ડ નાંખવા જણાવ્યું હતું. જે બાદમાં મહેશ્વરીના પાકિસ્તાન સ્થિત વ્યકિતને મોકલાયું હતું. જેના આધારે પાકિસ્તાનના મોબાઇલમાં એક એકાઉન્ટ સક્રિય થયુ હતુ. તે વોટ્સ અપ એકાઉન્ટની મદદથી માલવેર મેસેજ ઉપરોકત એરફોર્સ જવાનને મોકલાયો હતો અને તેને એપીકે ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવાયું હતું. જેમાં માલવેર ફાઇલ હતી. રેકોર્ડમાં એવી હકીકત પણ સામે આવી હતી કે, વોટ્સ એપ એકાઉન્ટ સક્રિય કર્યા પછી હાલના આરોપી લાભશંકર મહેશ્વરીએ તેની બહેન દ્વારા વિવાદિત સિમકાર્ડ પાકિસ્તાનમાં પહોંચાડયુ હતુ. રેકોર્ડ પરથી સ્પષ્ટ થયુ છે કે, ભારતીય નાગરિકતા મેળવતાં પહેલાં આરોપી પાકિસ્તાનનું નાગરિકત્વ ધરાવતો હતો અને તે મૂળ પાકિસ્તાનનો હતો. કેસની ગંભીર અને સંવેદનશીલ હકીકતોને ધ્યાને લઇ હાઇકોર્ટે આરોપી એવાપૂર્વ પાકિસ્તાની નાગરિક લાભશંકર મહેશ્વરીની જામીન અરજી ધરાર ફ્ગાવી દીધી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button