BUSINESS

Stock Market : ગાંધી જયંતીએ આજે રજા રહેશે કે માર્કેટ બંધ? વાંચો

આજે બીજી ઑક્ટોબર એટલે કે, ગાંધી જયંતી છે. આવામાં શેરબજારના રોકાણકાર એ જાણવા માગે છે કે આજે શેરબજારમાં કામકાજ થશે કે નહિ. તો આજે શેરબજારની રજા રહેશે કે? જી હા, ભારતીય શેરબજાર આજે બીજી ઑક્ટોબરે ગાંધી જયંતીના લીધે બંધ રહેશે. આજે માર્કેટમાં બંને ઈન્ડેક્સ બોમ્બે સ્ટોક એક્સચેંજ અને નેશનલ સ્ટોક એક્સચેંજ પર આજે કોઈ કારોબાર નથી થાય. આ ઉપરાંત મલ્ટિ કોમોડિટી એક્સચેંજ એટલે કે, એમસીએક્સ પર પણ કોઈ કામકાજ નહિ થાય.

શું માર્કેટમાં કારોબાર બંધ રહેશે

ગાંધી જયંતીના લીધે આજે બુધવારે ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ્સ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઈંગ સેગમેન્ટ્સ બંધ રહેશે. આ સિવાય બંને સેશનમાં એમસીએકસ પર કોઈ ટ્રેડિંગ થશે નહીં. ત્રીજી ઑક્ટોબર, ગુરુવારથી બજાર ફરી રાબેતા મુજબ ખુલશે અને રોકાણકારો તેમના સોદા કરી શકશે. ગાંધી જયંતી સિવાય ઑક્ટોબરમાં શેરબજારમાં રજા નથી.

મુહૂર્ત ટ્રેડિંગ 1લી નવેમ્બરે થશે

દર વર્ષે દિવાળીના દિવસે શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ થાય છે. આ વખતે પણ બજારમાં મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરવામાં આવશે. આ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનનું આયોજન દિવાળીના દિવસે 1લી નવેમ્બરે સ્ટોક એક્સચેન્જમાં કરવામાં આવશે. નવું હિંદુ કેલેન્ડર વર્ષ સંવત-2081 આ ખાસ ટ્રેડિંગ સત્ર સાથે શરૂ થશે.

ચીનના શેરબજારમાં પણ રજા રહેશે

ચીનના શેરબજાર પણ આજે બંધ રહેશે. ચીનમાં 1 ઑક્ટોબરથી 7 ઑક્ટોબર દરમિયાન ચીનનો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. આ કારણે સમગ્ર દેશમાં એક સપ્તાહ લાંબી ઉજવણી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં ચીનના શેરબજારમાં સાત દિવસ સુધી કોઈ કામકાજ નહીં થાય.

બજાર ફલેટ બંધ હતું

ભારતીય શેરબજાર મંગળવારે સપાટ બંધ રહ્યું હતું. મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ 0.04 ટકા અથવા 33 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 84,266 પર બંધ થયો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 0.05 ટકા અથવા 13 પોઇન્ટના મામૂલી ઘટાડા સાથે 25,796 પર બંધ થયો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button