ભારતીય શેરબજાર આજે એટલે કે, 04 સપ્ટેમ્બરે બુધવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 700 પોઈન્ટ ઘટીને ખુલ્યું હતું. સેન્સેક્સ 202 પોઇન્ટના ઘટાડા સાથે 82,352 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 ઘટ્યા અને 11 વધ્યા હતા. નિફ્ટીમાં પણ આજે 81 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. 25,198ના સ્તરે બંધ રહ્યો હતો. આજે ટ્રેડિંગ દરમિયાન આઈટી અને એનર્જી શેર્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી ફલેટ બંધ રહ્યા હતા
એક દિવસ અગાઉ એટલે કે 3 સપ્ટેમ્બરે નિફ્ટી 1 પોઈન્ટના વધારા સાથે 25,279ના સ્તરે બંધ થયો હતો. જોકે સેન્સેક્સમાં 4 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. 82,555ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં આ ઘટાડો 10 દિવસના ઉછાળા પછી જોવા મળ્યો છે.
એશિયન માર્કેટમાં કડાકો
એશિયન માર્કેટમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 4.24% ઘટ્યો. હોંગકોંગનો હેંગસેંગ 1.10% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.67% ઘટ્યો હતો.
3 સપ્ટેમ્બરે અમેરિકન બજારનો ડાઉ જોન્સ 1.51% ઘટીને 40,936 ના સ્તરે બંધ થયો હતો. નાસ્ડેક 3.26% ઘટીને 17,136 પર બંધ રહ્યો હતો. S&P500 2.12% ઘટીને 5,528 પર આવી ગયો હતો.
સેકટોરિયલ અપડેટ
આજના કારોબારમાં ફાર્મા, એફએમસીજી, રિયલ એસ્ટેટ, મીડિયા, હેલ્થકેર સેક્ટરના શેરમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ, આઈટી, ઓટો, મેટલ્સ, એનર્જી, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં ઘટાડો થઈ રહ્યો છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ નીચે બંધ થયા છે.
Source link