ભારતીય શેરબજાર આજે એટલે કે, 05 સપ્ટેમ્બરે ગુરુવારે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. ગઈકાલે બુધવારે માર્કેટ રેડ ઝોનમાં ક્લોઝ થયું હતું. BSE સેન્સેક્સ આજે 117.15 પોઈન્ટ 0.14 ટકાના વધારા સાથે 82,469.79 પર ખુલ્યો છે. જ્યારે NSEનો નિફ્ટી 51.80 પોઈન્ટ અથવા 0.21 ટકાના વધારા સાથે 25,250.50 પર ખુલ્યો છે.
શેરબજારમાં, BSE સેન્સેક્સે આજે 82,617.49 ની એક દિવસની ઉચ્ચતમ સપાટી બનાવી છે અને તે તેના 82,725.28ના ઓલટાઈમ હાઈ સપાટીથી માત્ર દૂર છે. આ સમયે, નિફ્ટી 25,275.45ના સ્તરે પહોંચી ગયો છે અને તે 25,333.65ના ઓલટાઈમ હાઈ સ્તરની ખૂબ નજીક આવ્યો હતો.
BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન 466.81 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આજે BSEના 3235 શેરનો વેપાર થઈ રહ્યો છે અને 2305 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. 816 શૅર્સમાં વધારો છે અને 114 શૅર કોઈ ફેરફાર વિના ટ્રેડ થઈ રહ્યા છે.
આ શેર્સમાં તેજી જોવા મળી
નિફ્ટી પેકના શેરમાં ગુરુવારે સૌથી વધુ તેજી રહી છે. અલ્ટ્રાટેક સિમેન્ટમાં 1.71 ટકા, શ્રીરામ ફાયનાન્સમાં 1.18 ટકા, ટાટા સ્ટીલમાં 1.03 ટકા, આઈસીટીમાં 0.86 ટકા, વિપ્રોમાં 0.61 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે સૌથી વધુ ઘટાડો હીરો મોટોકોર્પમાં 0.58 ટકા, એચડીએફસી લાઈફમાં 0.57 ટકા, કોલ ઈન્ડિયામાં 0.46 ટકા. નેસ્લે ઈન્ડિયામાં 0.46 ટકા અને એસબીઆઈ લાઈફમાં 0.38 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
Source link