NATIONAL

Delhi: કૌભાંડી મિત્રો માટે જાહેર ક્ષેત્રની બેન્કોનો ઉપયોગ બંધ કરો :રાહુલ

લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે આક્ષેપ કર્યા હતા કે કેન્દ્ર સરકાર જનસમુદાયની લાઇફલાઇન સમાન જાહેર ક્ષેત્રની બેન્ક્સનો ઉપયોગ તેમના કૌભાંડી મિત્રો માટેના અમર્યાદિત ભંડોળ સંસાધન તરીકે કરી રહી છે. અખિલ ભારત બેન્કિંગ અધિકારી મહામંડળના પ્રતિનિધિમંડળને મળ્યા બાદ રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટમાં કહ્યું હતું કે, મોદી સરકારે જનસમુદાયની આ લાઇફલાઇનન ધનવાનો અને શક્તિશાળી કોર્પોરેટ્સના ખાનગી ફાઇનાન્સરના રૂપમાં તબદીલ કરી નાખી છે.

ભારતીયોને ધિરાણ મળતું રહે તે હેતુસર જાહેર ક્ષેત્રની બેન્કસનું સર્જન થયું છે. મોદી સરકારે જાહેર ક્ષેત્રની બેન્કનો ઉપયોગ તેમના કૌભાંડકારી મિત્રોના અમર્યાદિત ભંડોળ સંસાધન તરીકે કરવાનું બંધ કરવું જોઇએ. પ્રતિનિધિમંડળને મળ્યા પછી તેમણે જાહેર ક્ષેત્રની બેન્ક્સની સ્થિતી અને સામાન્ય લોકો પર તેની પડી રહેલી તેની અસર પરત્વે નિરાશા જાહેર કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેન્કસને જાહેર જનતાને બદલે નફાને અગ્રિમતા આપવા ફરજ પડાઇ રહી છે. કાર્યના દૂષિત પર્યાવરણ, કર્મચારીઓની અછત સાથે બેન્ક્સને હાંસલ ના થઇ શકે તેના લક્ષ્યાંકો અપાય છે.

અમે અદાણી મુદ્દે ચર્ચા છોડીશું નહીં : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ બુધવારે સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત પછી કહ્યું હતું કે વિરોધપક્ષ ગૃહ ચલાવવા માંગે છે. સહમતી બની છે તે મુજબ વિરોધપક્ષ 13 ડિસેમ્બરે બંધારણ મુદ્દે ચર્ચા કરવા માંગે છે. રાહુલ ગાંધીએ ભાજપ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ લાગેલા આક્ષેપો સંબંધે ચર્ચાથી દૂર ભાગી રહી હોવાના આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપ અદાણી પર ચર્ચાથી ભલે ભાગે પરંતુ વિરોધપક્ષ તે મુદ્દાનો છોડવાનો નથી. સ્પીકર સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતાં રાહુલે કહ્યું કે તેમણે તેમની સામે થયેલી અપમાનજનક ટિપ્પણી દૂર કરવા અનુરોધ કર્યો હતો. સ્પીકરે તે મુદ્દે ધ્યાનમાં રાખવા આશ્વાસન આપ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button