ઉત્તર પ્રદેશની રાજનીતિમાં દુઃખદ સમાચાર: ઘોસી વિધાનસભાના સમાજવાદી ધારાસભ્ય સુધાકર સિંહનું અવસાન

by

Thenewsdk

Updated: 20-11-2025, 04.43 AM

Follow us:

ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મઉ જિલ્લાની અત્યંત મહત્વની ઘોસી વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટી (SP)ના ધારાસભ્ય સુધાકર સિંહનું 60 વર્ષની વયે નિધન થયું છે.

તેમને બે દિવસ પહેલા છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ લખનઉની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

  • સમાજવાદી પાર્ટીએ આપી માહિતી

સમાજવાદી પાર્ટીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર આ દુઃખદ સમાચારની જાણકારી આપી હતી. પાર્ટીએ ‘X’ પર લખ્યું,

“ઘોસી વિધાનસભાના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય સુધાકર સિંહજીનું નિધન અત્યંત હૃદયવિદારક છે. તેમના અકાળે અવસાનથી તેમના પરિવાર, સમર્થકો અને સમાજવાદી પાર્ટીને અપૂર્ણીય ક્ષતિ થઈ છે.”

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.