GUJARAT

Surat Child Labour: સાડીના કારખાનામાં બાળકો પાસે કરાવતા કાળી મજૂરી, દરોડામાં પર્દાફાશ

સુરતમાંથી 8 બાળશ્રમિકોને મુક્ત કરાયા છે. જેમાં માર્કેટ વિસ્તારમાં બાળકો પાસે કામ કરાવાતું હતું. તેમાં સાડીઓને ફોલ્ડિંગનું કામ બાળકો કરતા હતા. જેમાં AHTU પોલીસ, આજીવિકા NGOના દરોડામાં આ ખુલાસો થયો છે. દરોડા કરતા બાળકોને સાડીઓમાં સંતાડાયા હતા. જેમાં 10 વર્ષના 8 બાળકોને પોલીસે મુક્ત કર્યા છે.

કામ કરાવનાર શખ્સો સામે ગુનો નોંધાયો

કામ કરાવનાર શખ્સો સામે ગુનો નોંધાયો છે. સુરતમાંથી 8 બાળમજૂરી કરતા બાળકોને મુક્ત કરાવામાં આવ્યા છે. જેમાં માર્કેટ વિસ્તારમાં બાળકો પાસે કામ કરવામાં આવતું હતુ. સાડીઓ ફોલ્ડિંગનું કામ બાળકો કરતા હતા. AHTU પોલીસ અને આજીવિકા NGO દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં રેડ કરતા બાળકોને સાડીઓમાં સંતાડી દેવામાં આવ્યા હતા. તેમજ 10 વર્ષના 8 બાળકોને મુક્ત કરવામાં આવ્યા છે. પોલીસે કામ કરાવનાર ઈસમો સામે BNS કલમો અને બાળક કિશોર ધારા મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કલેક્ટર કચેરીના સભાખંડમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ

તાજેતરમાં નિવાસી અધિક કલેકટર વિજય રબારીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં ઓગષ્ટ માસમાં બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બાળમજુરી નાબુદી માટે વધુમાં વધુ જાગૃતિ આવે તેવા આશયથી બાળકાયદાઓને લગતા પોસ્ટરો, બેનરોને ટેક્ષટાઈલ માર્કેટ્સ, જરી ઉદ્યોગોના વિસ્તારો, ખાણીપીણીની લારીઓ તેમજ અન્ય જાહેર જગ્યાઓ પર લગાવવામાં આવે તે અંગે નિવાસી અધિક કલેકટરે જરૂરી સુચનો કર્યા હતા.

બાળમજૂરી કરાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ

બેઠકમાં નિવાસી અધિક કલેકટરે બાળમજૂરીમાંથી રેસ્કયુ કરવામાં આવેલા બાળશ્રમિકોનું પુન:વસન થાય તેમજ બાળમજુરી અંગે વધુમાં વધુ જાગૃતિ કેળવાય તે માટે સૌને સાથે મળી કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. બાળશ્રમિકોનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે બાળમજૂરી કરાવતા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button