Surat News: સુરતના લિંબાયત વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી પહેલાં જ એક હ્રદયદ્રાવક ઘટના બની છે. પતંગ પકડવા ગયેલ 12 વર્ષના મોહમ્મદ ફૈઝાન પર મેદાન પાસે આવેલી બહુ જૂની અને જર્જરિત દીવાલ અચાનક ધરાશાયી થતા તેનો કરૂણ અંત આવ્યો.
ઘટના સંગમ નજીકના એક નાના મેદાન પાસે બની હતી. દીવાલ તૂટી પડ્યાનો જોરદાર અવાજ સંભળાતા લોકો દોડી આવ્યા હતા અને ફૈઝાનને કાટમાળ નીચેથી બહાર કાઢ્યો હતો. છાતી પર ભારે ભાગ પડતાં તેને ગંભીર આંતરિક ઇજાઓ થઈ હતી.
ઘાયલ કિશોરને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો ફૈઝાનના અકાળે અવસાનથી પરિવાર પર ગમનો પહાડ તૂટી પડયો છે અને સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે.


Leave a Comment