- કેનાલ અવારનવાર ઓવરફલો થતાં ઊભા પાકને નુકસાન થતું હોવાની રાવ
- કેનાલની સમયસર સફાઈ ન થતી હોવાની રજૂઆત કરાઈ
- હાલ હામપુર પાસે કેનાલમાં છેવાડાના ખેડૂતોને પાણી નહી મળતાની પણ ફરીયાદ ઉઠી હતી
ધ્રાંગધ્રા તાલુકાના ભારદ ગામની સીમમાં કેનાલના પાણી વારંવાર ઓવરફલોના કારણે પાક નુકશાનની વારંવાર રજૂઆત છતાંય સમસ્યા નહીં ઉકેલાતા ખેડૂતે અધિક કલેકટર સમક્ષ આત્મવિલોપનની ચીમકી આપી હતી.
નર્મદા કેનાલના અનેક જગ્યાએ કામોમાં લેવલ નહી થયાની, સમયસર સફાઇ નહીં કરતા હોવાની અને લીકેજ થતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. હાલ હામપુર પાસે કેનાલમાં છેવાડાના ખેડૂતોને પાણી નહી મળતાની પણ ફરીયાદ ઉઠી હતી. એવામાં ભારદ ગામના ભીખાભાઇ રવજીભાઇ લુહાર સહિતના ખેડૂતોના ખેતર પાસેથી પસાર થતી ભારદ ગંજેળા નર્મદા કેનાલમાંથી વારંવાર પાણી ઓવરફલો થવાની સમસ્યા સર્જાય છે. જેના કારણે આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઇ જતુ હોવાથી ઉભા પાકને જમીનને ભારે નુકશાન થઇ રહયુ છે. આ બાબતની વારંવાર રજૂઆત કરવા છતાંય સમસ્યા નહીં ઉકેલાતા તેઓએ ખેડૂતો સાથે અધિક જિલ્લા કલેકટર સમક્ષ જઇ ખેડૂતોની સમસ્યા વર્ણવી હતી અને 10 દિવસમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી આપી હતી. હવે તંત્ર દ્વારા ખેડૂતોની સમસ્યાનું કયારે નિરાકરણ લવાય છે? એની સામે સૌની નજર મંડાયેલી છે.
Source link