GUJARAT

Surendranagar: સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો

સુરેન્દ્રનગર રીવરફ્રન્ટ રોડ પરથી બી ડીવીઝન પોલીસે રૂપીયા 5 હજારની કિંમતની ગેરકાયદેસર બંદુક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. તેની સામે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. બીજી તરફ જસમતપુરમાં હથીયારવાળા પરદાનેદારના પુત્રે હથીયાર સાથેનો ફોટો મુકતા બન્નેને ઝડપી લઈ ફરિયાદ નોંધવામાં આવી છે.

સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ ટીમના એન.ડી.ચુડાસમા, દીલીપભાઈ, બળદેવસીંહ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન શહેરના રીવરફ્રન્ટ રોડ પર પસાર થતા શખ્સ પાસે ગેરકાયદેસર હથીયાર હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે વોચ રાખી હતી. જેમાં રતનપર ઢાળ પાસે રહેતો મોઈન ઉર્ફે ભુરો અકબરભાઈ જેડા ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા ઝડપાયો હતો. આ શખ્સ પાસેથી રૂપીયા 5 હજારની કિંમતની બંદુક કબજે કરી તેની સામે બી ડીવીઝન પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાયો છે. બીજી તરફ પાણશીણા પોલીસ મથકના એએસઆઈ એ.એન.અંગારી, ભરતભાઈ સભાડ સહિતનાઓને લીંબડીના જસમતપુર ગામે રહેતા સરફરાઝ સીકંદરભાઈ મકરાણીએ પોતાના ટ્રુ કોલર આઈડીમાં બંદુક સાથેનો ફોટો મુકયો હોવાની માહીતી મળતા તેની અટક કરી પુછપરછ કરતા આ હથીયાર તેના પિતા સીકંદર હુસેનભાઈ મકરાણીનું પરવાનાવાળુ હોવાનું સામે આવ્યુ હતુ. આથી પિતા-પુત્ર બન્નેની ધરપકડ કરી આર્મસ એકટ મુજબ પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button