સુરેન્દ્રનગર શહેરના ધ્રાંગધ્રાના ઉતારા વિસ્તારમાં સમયસર કચરો ગંદકી સાફ ન કરતા હોવાના કારણે બિમારી ફેલાવાનો ભય દેખાતા પાલિકા સામે રોષ વ્યકત કરી તાત્કાલિક ઉકેલની માંગ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર પાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય અને ગંદા પાણી ભરાવાની સમસ્યા દેખાઇ રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં સીંકંદર સીંગની પાછળ ધ્રાંગધ્રાના ઉતારા વિસ્તારમાં ગંદકીના ખડકલાના કારણે વેપારીઓ અહીથી પસાર થતા શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વળી બિમારી ફેલાવાનો પણ ડર દેખાઇ રહયો હોવા છતાંય નગરપાલિકા સમયસર સફાઇ થાય એવી કામગીરી નહીં કરતી હોવાથી શહેરીજનોએ પાલીકા સત્તાધીશો સામે રોષ વ્યકત કરી ગંદકીની સમસ્યા કાયમી માટે ઉકેલાય એવી માંગ કરી છે.
Source link