ગુજરાત રાજય કર્મચારી સંઘ દ્વારા ગુરૂવારે કલેકટર કચેરીમાં રજૂઆત કરાઈ હતી. જેમાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટે અનામત વર્ગીકરણના આપેલા ચુકાદાને આવકારી તેમાં અસ્પૃશ્યતાનો સૌથી વધુ ભોગ બનેલ વાલ્મિકી સમાજને 3.5 ટકા અનામત આપવા માંગણી કરાઈ છે.
દેશની સુપ્રીમ કોર્ટની 7 ન્યાયમુર્તિઓની બંેચે તા. 1-8-24ના રોજ અનસુચીત જાતીઓને અપાયેલ અનામતમાં વર્ગીકરણનો ચૂકાદો આપ્યો છે. આ બાબતે અમુક સ્થળે વિરોધ તો અમુક સ્થળે સમર્થન જોવા મળે છે. ત્યારે ગુજરાત રાજય કર્મચારી સંઘના નેજા હેઠળ ગુરૂવારે આ ચૂકાદાને આવકારી વાલ્મીકી સમાજને તેનો લાભ આપવા આવેદનપત્ર અપાયુ હતુ. જેમાં મયુરભાઈ પાટડીયા, નટુભાઈ પરમાર, વી.જી.મારૂ સહિતનાઓએ જણાવ્યુ કે, ગુજરાતમાં અનસુચીત જાતીની 36 જાતીઓ છે. તેમના માટે 7 ટકા અનામત છે. આ અનામતથી વાલ્મીકી સમાજના લોકો કાયમ વંચીત રહ્યા છે. જયારે સૌથી વધુ અસ્પૃશ્યતાનો ભોગ વાલ્મીકી સમાજ બન્યો છે. આ સમાજ સફાઈ કામ અને ગટરોની કામગીરી સાથે જોડાયેલો છે. જે સામાન્ય સમાજ માટે હંમેશા તીરસ્કારને પાત્ર રહ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને આવકારી વાલ્મીકી સમાજને 3.5 ટકા અનામત આપવા માંગણી કરાઈ છે. અન્ય રાજયો આંધ્રપ્રદેશ, તામીલનાડુ, પંજાબ પેટા અનામત આપવાના સમર્થનમાં છે. તો ગુજરાત સરકારે પણ આ અંગે વિધાનસભામાં ખરડો પસાર કરવા રજૂઆતના અંતે માંગણી કરાઈ છે.
Source link