- મહિલા સહિતનાઓએ માર માર્યો હતો
- 4 પુરૂષો સહિત 5 સામે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે
- જેની ડોકટર રાવલે તપાસ કરતા હૃદયના ધબકારા આવતા ન હતા
સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ગત તા. 27મી જુને એક રિક્ષામાં એક વ્યક્તિને મૃત હાલતમાં લવાયો હતો. જેમાં ડોકટરે તપાસ કરી હતી. પરંતુ મૃતકના પરિવારજનોએ પુરતી સારવાર ન કરી હોવાનું કહી ડોકટરને માર મારી ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવની તા. 30મી ઓગસ્ટે મહિલા અને 4 પુરૂષો સહિત 5 સામે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પરનીસોસાયટીમાં રહેતા જય લક્ષ્મીકાંતભાઈ રાવલ મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવે છે. તા. 27મી જુને બપોરે તેઓ ફરજ પર હતા. ત્યારે નટુભાઈ પુરબીયા નામનો વ્યકતી રિક્ષામાં સુખદેવભાઈ ધનજીભાઈ પરમારની ડેડબોડી લઈને આવ્યા હતા. જેની ડોકટર રાવલે તપાસ કરતા હૃદયના ધબકારા આવતા ન હતા, બીપી આવતુ ન હતુ, ઈસીજીમાં સીધી લીટી આવતી હતી. સાંજના સમયે મૃતકના સગા સંબંધીઓ આવ્યા હતા. જેમાં મંજુબેન નામની મહિલા અને 4 પુરૂષોએ આવી સીપીઆર આપવાનું કહેતા ડો. રાવલે હાલ શરીર જકડાવાની પ્રક્રીયા શરૂ થઈ હોવાથી સીપીઆર આપવુ હીતાવહ ન હોવાનું કહેતા મંજુબેન સહિતનાઓએ તમોએ પુરતી સારવાર કરી નથી તેમ કહી બોલાચાલી કરી રસ્તામાં ઉભા રહી જઈ અન્ય દર્દીઓને અવરોધ ઉભો કરી ડોકટરનો કાંઠલો પકડી વાળ ખેંચી માર માર્યો હતો. બનાવની વધુ તપાસ હાથ ધરાઈ છે.
Source link