સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્ર્રીના અચાનક રાજીનામાં બાદ ખાલી પડેલી જગ્યાનો મોરબીના ભૂસ્તરશાસ્ત્ર્રીને વધારાનો ચાર્જ સોંપતા ખુલ્લેઆમ થતી ખનીજચોરીના માહોલ વચ્ચે અનેક પડકારો નવા ભૂસ્તરશાસ્ત્ર્રી સામે દેખાઈ રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં બે વર્ષથી કડક છબી ધરાવતા ભૂસ્તરશાત્રી નિરવ બારોટે અત્યાર સુધીમાં સૌથી વધારે દંડ કર્યા,સૌથી વધારે વસુલાત કરી,સૌથી વધારે ખનીજચોરીના કેસો કર્યા અને અગાઉ ખનીજચોરી કરેલા ઉંડા કુવા બુરાણ કરવા શહિતની કામગીરી ચાલુ રાખતા ખનીજમાફ્યિામાં ફ્ફ્ળાટ વ્યાપી ગયો હતો.પરંતુ તેઓના અચાનક રાજીનામાં બાદ જાણે ખનિજમાફ્યિાઓની દિવાળી આવી હોય એમ ડર વગર ખુલ્લેઆમ ખનીજચોરી શરુ કરી દીધી હતી.એવામાં ગાંધીનગર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના નાયબ નિયામક દ્વારા મોરબીના ભૂસ્તરશાસ્ત્ર્રી જે.એસ.વાઢેરને મોરબી સાથે સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્ર્રીનો વધારાનો ચાર્જ સોપ્યો છે.અગાઉ ગેસગળતરથી ભેખડ ધસી પડવાથી અનેક શ્રામિકોના મોતની ઘટના, ખનીજટીમ ઉપર ખનીજ માફ્યિાઓ દ્વારા હુમલાની ઘટના અને ખનીજ ટીમની હાજરીમાં ખનીજ ચોરી સમયે ઝડપેલા વાહનો છોડાવી જવા શહિતની અનેક ગંભીર ઘટના બની હતી ત્યારે મોરબી ભૂસ્તરશાસ્ત્ર્રીને એક સાથે બે જિલ્લાનો ચાર્જ સોપાતા ખનીજ ચોરી અટકાવવા માટે અનેક પડકારો દેખાઈ રહ્યા છે.
Source link