રતનપરમાં રહેતી 15 વર્ષની સગીરાને વર્ષ 2018માં યુવક અને તેના માતા-પિતા બળજબરીથી રિક્ષામાં બેસાડી ભગાડીને લઈ ગયા હતા. આ બનાવના ફરાર આરોપી યુવકના પિતાને પાંચ વર્ષ બાદ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લઈ જોરાવરનગર પોલીસના હવાલે કર્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને લગ્નની લાલચ આપી લલચાવી, ફોસલાવી ભગાડી જવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે પાંચ વર્ષ અગાઉના કેસમાં ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પ વર્ષ બાદ ઝડપી લીધો છે. મળતી માહીતી મુજબ રતનપરમાં રહેતા 1 પરીવારના ઘરે 15 વર્ષ 6 માસની પુત્રીને દુધરેજમાં રહેતો રવી ડાયાલાલ કોળી તા. 26-5-2018ના રોજ ભગાડીને લઈ ગયો હતો. આ શખ્સ શટલ રિક્ષા લઈને રતનપર આવ્યો હતો અને તેની સાથે તેના પિતા ડાયાલાલ અને માતા ગીતાબેન પણ હતા. બનાવની સગીરાના પરીવારજનોએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આ કેસમાં ફરાર ડાયાલાલ રતનપર વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. આથી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના અસલમખાન, સંજયભાઈ સહિતનાઓએ મુળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જેઠલજ ગામના અને હાલ રતનપરની સુખશાંતી સોસાયટીમાં રહેતા 47 વર્ષીય ડાયાલાલ કમાજી ઠાકોરને ઝડપી લઈ તપાસ અધીકારી સુરેન્દ્રનગર સીપીઆઈના હવાલે કર્યો હતો.
Source link