‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરતા એક્ટરે દર્શકોમાં પોતાની એક અલગ ઈમેજ બનાવી છે. આ શોના ફેન્સને તેનું દરેક પાત્ર ગમે છે. પરંતુ કેટલાક પાત્રો એવા છે જે હંમેશા ચર્ચામાં રહે છે અને તેમાં બબીતા અય્યરનો સમાવેશ થાય છે, જે બબીતાજી તરીકે ફેમસ છે. મુનમુન દત્તા બબીતાનો રોલ પ્લે કરી રહી છે. લોકો તેની સુંદરતાથી પ્રભાવિત થાય છે અને તેની પ્રશંસા કરતા ક્યારેય થાકતા નથી. પરંતુ કેટલીકવાર કેટલાક અજીબોગરીબ પેન્સ તેમના પર વાંધાજનક કોમેન્ટ પણ કરે છે. પરંતુ મુનમુન પણ સારી રીતે જાણે છે કે આવા લોકોનું મોં કેવી રીતે બંધ કરવું. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર જડબાતોડ જવાબ આપતી જોવા મળે છે. આવી જ એક ઘટના તમને જણાવી દઈએ, જ્યારે મુનમુન દત્તાએ ટ્રોલ કરનારને જડબાતોડ જવાબ આપ્યો અને તેને ચૂપ કરી દીધો.
મુનમુન દત્તાને પૂછ્યો ભાવ
મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. એ જ રીતે, એકવાર જ્યારે તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર શેર કરી, ત્યારે એક ઈન્ટરનેટ યુઝરે તેના પર વાંધાજનક કોમેન્ટ કરી. આ યુઝરે લખ્યું, “એક રાત માટે કેટલું?”. મુનમુન દત્તા, જે સામાન્ય રીતે ટ્રોલર્સની અવગણના કરે છે, તે આ કોમેન્ટથી ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે તરત જ યુઝરને તેની પોતાની ભાષામાં જવાબ આપ્યો હતો.
મુનમુન દત્તાએ ટ્રોલ કરનારને આપ્યો જડબાતોડ જવાબ
મુનમુન દત્તાએ રેટ પૂછનાર ટ્રોલરને જવાબ આપતા ગુસ્સામાં કોમેન્ટ લખી હતી. તેણે લખ્યું હતું કે, “કેવો બસ્ટર્ડ, તું અહીં ભીખ માંગવા કેમ આવ્યો? શું તું તારું સ્ટેટસ ભૂલી ગયો છે? જો ભગવાને તને આવો ફેસ આપ્યો છે, તો તારી વાત પણ આવી જ છે… તેના પર કોઈ થૂકશે પણ નહીં. મુનમુન દત્તાની કોમેન્ટ જોઈને તેના ફેન્સે તેને સપોર્ટ કરી રહ્યા છે અને તેના ખૂબ વખાણ કર્યા.
2008થી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળે છે મુનમુન દત્તા
મુનમુન દત્તા 2008થી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતા અય્યરનો રોલ પ્લે કરી રહી છે. શોમાં તે કૃષ્ણન અય્યરની પત્ની બની છે. પરંતુ દર્શકો તેની અને તેમના પાડોશી જેઠાલાલ ચંપકલાલ ગડા વચ્ચેની કેમેસ્ટ્રીનો મજા માણે છે. મીડિયા રિપોર્ટ મુજબ તો, ‘તારક મહેતા…’માં મુનમુન દત્તાને બબીતાજીના રોલમાં લાવવાનો શ્રેય દિલીપ જોશીને જાય છે. બંને કલાકારોએ અગાઉ ‘હમ સબ બારાતી’ નામના શોમાં કામ કર્યું હતું, જ્યાંથી તેઓ મિત્રો બન્યા હતા અને આ મિત્રતા જાળવી રાખવા માટે, દિલીપે તેમની ઓળખાણ તેના મિત્ર અસિત મોદી સાથે કરાવી હતી અને તેને બબીતાનો રોલ આપ્યો હતો.
Source link