SPORTS

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીએ લીધી નિવૃત્તિ, શેર કરી ઈમોશનલ પોસ્ટ


ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિદ્ધિમાન સાહાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. તેને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા આ જાહેરાત કરી છે. સાહા સતત ઘરેલુ મેચોમાં રમી રહ્યો છે.

રિદ્ધિમાન સાહા રણજી ટ્રોફીમાં બંગાળ તરફથી રમી રહ્યો હતો. શનિવારે સાંજે સાહાએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી અને બધાનો આભાર માન્યો.

2021માં રમી હતી છેલ્લી ટેસ્ટ મેચ

રિદ્ધિમાન સાહાએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ટેસ્ટ મેચ ડિસેમ્બર 2021 માં રમી હતી. છેલ્લી ODI મેચ નવેમ્બર 2014માં રમાઈ હતી. સાહા લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાની બહાર રહ્યa. આ સમય દરમિયાન તેને ઘરેલુ મેચ રમવાનું ચાલુ રાખ્યું. X પર એક પોસ્ટ શેર કરતા સાહાએ લખ્યું છે કે “એક સુંદર સફરનો અંત આવ્યો છે. હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. 1997માં મેં ક્રિકેટના મેદાનમાં પહેલું પગ મૂક્યું તેને 28 વર્ષ વીતી ગયા છે. કેટલી સુંદર સફર હતી. દેશ, રાજ્ય, જિલ્લા, ક્લબ, યુનિવર્સિટી અને કોલેજ માટે રમવું મારા માટે ગર્વની વાત રહી છે.

સાહાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

રિદ્ધિમાન સાહાએ ભારત માટે 40 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેને 1353 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન સાહાએ 3 સદી અને 6 અડધી સદી ફટકારી છે. સાહાએ ભારત માટે 9 ODI મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેમનું પ્રદર્શન ખાસ નહોતું. સાહાનો શ્રેષ્ઠ વનડે સ્કોર ફક્ત 16 રન છે.

સાહાનું ડોમેસ્ટિક કરિયર

સાહાનું ડોમેસ્ટિક કરિયર શાનદાર રહ્યું છે. તેને 142 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 7169 રન બનાવ્યા છે. તેને આ ફોર્મેટમાં 14 સદી અને 44 અડધી સદી ફટકારી છે. સાહાએ 116 લિસ્ટ A મેચોમાં 3072 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેને 3 સદી અને 20 અડધી સદી ફટકારી છે. સાહાએ 225 T20 મેચ પણ રમી છે. તેને આ ફોર્મેટમાં 4655 રન બનાવ્યા છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button