તમિલનાડુ ફિલ્મ સુપર સ્ટાર થલપતિ વિજયે હવે રાજકારણમાં ઝંપલાવ્યુ છે. તેમણે પોતાની પાર્ટી લોન્ચ કરી છે. તમિલ ફિલ્મની દુનિયાનો સુપર સ્ટાર એવા થલપતિ વિજયની આજે ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ (GOAT) રિલીઝ થઇ છે. ત્યારે ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. થિયેટર્સની બહાર મોટી સંખ્યામાં ફેન્સ ભેગા થઇ ગયા છે. જાણે કોઇ તહેવાર હોય તેવી રીતે સેલિબ્રેશન કરતા જોવા મળ્યા.
પોસ્ટર્સ પર ચઢાવ્યુ દૂધ
તમિલનાડુના ચેન્નાઇમાં એક થિયેટરની બહાર અભિનેતા થાલાપતિ વિજયની ફિલ્મ ‘GOAT’ ની રિલીઝની ઉજવણી જોવા મળી હતી. ચેન્નાઈમાં એક થિયેટરની બહાર તેના પોસ્ટર પર દૂધ રેડીને અભિષેક કરતા જોવા મળ્યા. વિવિધ થિયેટર્સની બહાર હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા છે. થલપતિ વિજયને લઇને પ્રશંસકોમાં ગજબનો ક્રેઝ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રિલીઝ પહેલા જ રેકોર્ડ કર્યા બ્રેક
મહત્વનું છે કે થલપતિ વિજય ટૂંક સમયમાં એક્ટિંગ છોડીને રાજકારણમાં જોડાવા જઈ રહ્યા છે. GOAT ફિલ્મને રિલીઝ પહેલા જ અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને અદ્દભૂત પ્રતિસાદ મળ્યો હતો. રિલીઝ પહેલા જ પિક્ચરે કમાણીના ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. એડવાન્સ બુકિંગથી ફિલ્મે 50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
વેંકટ પ્રભુ ફિલ્મ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમનું નિર્દેશન કરી રહ્યા છે. થલપતિ વિજયની સેકન્ડ લાસ્ટ ફિલ્મને લઇને ગજબનું વાતાવરણ છે.
Source link