GUJARAT

Than વીજ કંપનીના પાપે સિરામિક ઉદ્યોગને લાખોનું નુકસાન

થાનમાં વીજ કંપનીના વર્ષો જુના વીજ તાર આવેલા છે. ત્યારે સામાન્ય વરસાદમાં પણ ટ્રીપીંગ થવાથી વીજ પુરવઠો બંધ થઈ જાય છે.

વારંવાર જાણ કરવા છતાં કર્મીઓ 10-12 કલાક સુધી રીપેરીંગ માટે ન આવતા સીરામીક એકમોને લાખોનું નુકશાન થાય છે. ત્યારે પાંચાળ સીરામીક એસોસિયેશન વિકાસ ટ્રસ્ટના ઉપક્રમે આ અંગે સુરેન્દ્રનગર વડી કચેરીએ રજૂઆત કરાઈ છે. થાન શહેરમાં પ્રખ્યાત સીરામીક ઉદ્યોગ આવેલો છે. થાનના ઔદ્યોગીક વિસ્તારમાં જુના તાર વીજ કંપનીના આવેલા છે. ત્યારે તા. રપમી સપ્ટેમ્બરે પડેલા સામાન્ય વરસાદમાં પણ ટ્રીપીંગની સમસ્યા ઉદ્દભવી હતી. અને વીજ પુરવઠો ખોરવાયો હતો. ત્યારે પાંચાળ સીરામીક એસોસિયેશન વિકાસ ટ્રસ્ટ દ્વારા આ અંગે સુરેન્દ્રનગર પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર એ.એસ.વાઘેલાને લેખીત રજૂઆત કરાઈ છે. સંસ્થાના પ્રમુખ સુરેશભાઈ સોમપુરા, કિર્તીકુમાર મારૂ સહિતનાઓ દ્વારા રજૂઆતમાં જણાવાયા મુજબ ટ્રીપીંગ થવાથી વીજ પુરવઠો ખોરવાતા વીજ કંપનીમાં જાણ કરવા છતાં 10-12 કલાક સુધી કોઈ રીપેરીંગ કરવા આવતુ નથી. જેના લીધે સીરામીક એકમોને લાખો રૂપિયાનું નુકશાન થાય છે. બીજી તરફ વર્ષોથી થાન શહેર અને ગ્રામ્યનું વિભાજન કરી અલગ-અલગ વિભાગ બનાવવા પણ માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ આ રજૂઆત સંદર્ભે પણ દુર્લક્ષ સેવવામાં આવી રહ્યુ છે. સીરામીક ઉદ્યોગને નડતી આ સમસ્યાનું જો આગામી 10 દિવસમાં નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી રજૂઆતના અંતે ઉચ્ચારાઈ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button