આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં 2000 કરતાં વધુ જગ્યા ઉપર આરોગ્ય વિભાગમાં ભરતીઓ થશે. જેમાં તબીબી અધિકારી વર્ગ 2ની 1506 જગ્યા ઉપરની ભરતી જાહેર કરવામાં આવી છે તો જનરલ સર્જન તજજ્ઞની 200 જગ્યા ઉપરની ભરતી જાહેર કરવામાં આવી છે.
ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યા ઉપર કરાશે ભરતી
આ સાથે જ રાજ્યમાં ફિઝિશિયન તજજ્ઞની 227 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવશે તો ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યા ઉપર ભરતી કરાશે. વીમા તબીબી અધિકારીની 147 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. GPSC દ્વારા આ તમામ ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.
Source link