પ્રથમ સેમિફાઇનલમાં બરોડાને છ વિકેટે હરાવીને મુંબઇ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી20ની ફાઇનલમાં પ્રવેશ્યું હતું.
જ્યાં તેનો મુકાબલો બીજી સેમિફાઇનલમાં દિલ્હીને 00 વિકેટે હરાવીનાર મધ્ય પ્રદેશની ટીમ સામે થશે. બરોડાએ શિવાલિક શર્માના 36 તથા શાશ્વત રાવતના 33 રનની મદદથી સાત વિકેટે 158 રન બનાવ્યા હતા. તેની સામે પ્લેયર ઓફ ધ મેચ બનેલા અજિંક્ય રહાણેના 56 બોલમાં 98 તથા સુકાની શ્રેયસ ઐયરના 46 રનની મદદથી મુંબઇની ટીમે 17.2 ઓવરમાં ચાર વિકેટે 164 રન બનાવીને મેચ જીતી લીધી હતી. રહાણે અને ઐયરે બીજી વિકેટ માટે 88 રનની આક્રમક ભાગીદારી નોંધાવીને ટીમને વિજય તરફ દોરી હતી. અન્ય સેમિફાઇનલમાં દિલ્હીની ટીમે અનુજ રાવતના 33 તથા પ્રિયાંશ આર્યના 29 રનની મદદથી પાંચ વિકેટે 146 રન બનાવ્યા હતા. તેની સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર મધ્ય પ્રદેશની ટીમે રજત પાટીદારના અણનમ 66 તથા હરપ્રીતસિંહના 46 રનની મદદથી 15.4 ઓવરમાં ત્રણ વિકેટે 152 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો.
Source link