- આફ્રિકામાં ભરૂચના વેપારીની દુકાનમાં ઘૂસી મારામારી કરી લૂંટ કરવામાં આવી
- ઉસ્માન લાખ નામના વેપારીની દુકાનમા લૂંટની ઘટના
- વેનદા શહેરમાં આ ઘટના બની, લૂંટ કરી આરોપી ફરાર
દક્ષિણ આફ્રિકામાં ભરૂચના વેપારીની દુકાનમાં લૂંટ ચલાવાઈ છે. ભરૂચના વેપારી ઉસ્માન લાખ નામના ગુજરાતીની દુકાનમાં લૂંટની ઘટના બની છે. આફ્રિકાના નિગ્રો દ્વારા વેપારીની દુકાનમાં લૂંટ ચલાવવામાં આવી છે. સાથે જ વેપારીની સાથે મારામારી પણ કરવામાં આવી છે.
અજાણ્યા શખ્સોએ દુકાનમાં ઘૂસી મારામારી કરી લૂંટ ચલાવી
તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાના વેનદા શહેરમાં આ લૂંટની ઘટના બની છે અને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. દુકાનમાં નિગ્રો ઘૂસી ગયા હતા અને ત્યારબાદ વેપારી સાથે મારામારી કરીને દુકાનમાં લૂંટ ચલાવાઈ હતી. ઉલ્લેખનીય છે કે અવારનવાર વિદેશમાં ગુજરાતી વેપારીઓ સાથે આવી લૂંટની અનેક ઘટનાઓ અગાઉ પણ ઘણી વખત બની છે.
થોડા સમય પહેલા અમેરિકાના ન્યુજર્સીમાં ગુજરાતી વેપારી લૂંટાયો હતો
થોડા મહિનાઓ પહેલા અમેરિકાના ન્યૂજર્સીમાં પણ ગુજરાતી વેપારી સાથે લૂંટની ઘટના બની હતી. અમેરિકાના ન્યુજર્સીમાં જ્વેલર્સના એક શો રુમમાં 8થી 10 હથિયારધારીઓ અચાનક આવી પહોંચ્યા હતા અને લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે રાહતની વાત એ છે કે આ ઘટના સમયે કોઈપણ કર્મચારીને નુકસાન થયું નહતું અને શો રૂમમાં લગાવેલા CCTVમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.
આ બનાવ એડિસન ન્યુ જર્સીમાં વિરાની જ્વેલર્સમાં બન્યો હતો અને ઘટનાનો વીડિયો શેર કરતા લખ્યુ હતું કે, ભગવાનની કૃપાથી કોઈને પણ નુકસાન થયું નથી અને દરેકને સાવચેત રહેવાની જરૂર છે અને આગળ જતાં તમારી જાતને સુરક્ષિત રાખવા માટે જરૂરી સાવચેતીઓ રાખવાની જરૂર છે.
વર્ષ 2022માં મોઝામ્બિકમાં ગુજરાતી વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું
વર્ષ 2022માં મોઝામ્બિકમાં એક ભારતીય મૂળના વેપારીનું ચાલુ બિઝનેસ મીટિંગમાં જ અપહરણ કરવામાં આવ્યુ હતું. આ અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં ગુજરાતી વેપારીનું ચાલુ મીટીંગે જ અપહરણ થયુ હતું. ગુજરાતી વ્યક્તિ જ્યાં મીટિંગ કરી રહ્યો હતો તે દુકાનની સામે એક કાર આવીને ઉભી રહી અને ત્રણ લોકો સામાન્ય રીતે દુકાનમાં પ્રવેશ્યા અને બાદમાં એક વ્યક્તિએ ભારતીય વેપારી તરફ ઈશારો કર્યો અને અન્ય એક વ્યક્તિ તેને કારમાં ખેંચી ગયો અને કાર ભગાવી મૂકી હતી.
Source link