
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. ફરી એકવાર રોહિત શર્મા ODI સિરીઝમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરતો જોવા મળશે.
આ પહેલા પાંચ મેચની T20 સિરીઝમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 4-1થી હરાવ્યું. હવે ફેન્સ ODI સિરીઝની રાહ જોઈ રહ્યા છે, જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓ રમતા જોવા મળશે.
આ દિવસે શરૂ થશે ODI સિરીઝ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ વનડે મેચની સિરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. જેના માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ નાગપુર પહોંચવાનું શરૂ કરી દીધું છે. આ સિવાય બીજી મેચ 9 ફેબ્રુઆરીએ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાશે. ત્રીજી અને છેલ્લી મેચ 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ બધી મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યાથી રમાશે.
ક્યાં જોઈ શકશો મેચ?
ODI સિરીઝની બધી મેચો સ્ટાર સ્પોર્ટ્સ પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે. આ સિવાય તમામ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર થશે.
ટીમ ઈન્ડિયામાં ફક્ત એક જ ફેરફાર
આ સિરીઝ માટે ભારતીય ટીમમાં ફક્ત એક જ ફેરફાર કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બાકીની ટીમ એ જ છે જે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે દુબઈ જશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝનું શેડ્યુલ
6 ફેબ્રુઆરી 2025: ભારત વિ ઈંગ્લેન્ડ, પહેલી વનડે (વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, નાગપુર)
9 ફેબ્રુઆરી 2025: ભારત વિ ઈંગ્લેન્ડ, બીજી વનડે (બારાબતી સ્ટેડિયમ, કટક)
12 ફેબ્રુઆરી 2025: ભારત વિ ઈંગ્લેન્ડ, ત્રીજી વનડે (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ)
વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત (વિકેટકીપર) અને રવિન્દ્ર જાડેજા.