NATIONAL

સલમાન ખાનને ધમકી આપનારનું મળ્યુ લોકેશન, આ રાજ્યથી ખાસ કનેક્શન

સલમાન ખાનને ધમકી મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. આજે પણ સલમાન ખાનને જાનથી મારી નાંખવાની મંદિર મળી છે. ત્યારે આજે સલમાન ખાનને મળેલી ધમકી આપનારનું પોલીસે સરનામુ શોધી કાઢ્યુ છે. એક અધિકારીએ જણાવ્યું કે ટ્રાફિક પોલીસ કંટ્રોલમાં ધમકીભર્યો મેસેજ મોકલનાર વ્યક્તિનું લોકેશન કર્ણાટકમાં મળી આવ્યું છે. મુંબઈ પોલીસની એક ટીમ કર્ણાટક જવા રવાના થઈ ગઈ છે. ત્યાં તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવશે.

મુંબઇ ટ્રાફિક કંટ્રોલ સેલને મળ્યો મેસેજ

મુંબઈ ટ્રાફિક કંટ્રોલ સેલને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે. ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ધમકીભર્યો મેસેજ લોરેન્સ બિશ્નોઈના ભાઈએ મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તે અમારા મંદિરમાં જઈને માફી માંગે અથવા 5 કરોડ રૂપિયા આપે. જો આમ નહીં કરવામાં આવે તો તેઓ સલમાન ખાનને મારી નાખશે. આ મેસેજમાં લખ્યું છે કે અમારી ગેંગ હજુ પણ સક્રિય છે.

નોઇડાનો એક ઝડપાયો હતો

થોડા દિવસ પહેલા પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ કેસમાં પોલીસે નોઈડામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. વરલી પોલીસે મુંબઈ પોલીસના ટ્રાફિક હેલ્પલાઈન નંબર પર બોલિવૂડ સુપરસ્ટાર પાસેથી રૂ. 2 કરોડની માંગણી કરવા માટે ઘણા વોટ્સએપ મેસેજ મોકલવા બદલ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ પહેલા પણ ઝારખંડના એક વ્યક્તિએ સલમાન ખાનને ધમકીભર્યો મેસેજ મોકલીને માફી માંગી હતી.

સલમાન ખાન લોરેન્સના નિશાને કેમ છે?

પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવતા આ વ્યક્તિએ કેસ પતાવવા માટે 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 1990માં કથિત કાળા હરણના શિકારને કારણે સલમાન લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર રહ્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button