AMC અને સરકારી કાર્યક્રમોમાં નાગરિકો તેમજ કર્મચારીઓને લાવવા લઈ જવા માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) બસોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો ખર્ચ બોજ AMCની તિજોરી પર પડી રહ્યો છે.
AMTS દ્વારા 2023-24ના વર્ષમાં 94 જેટલા સરકારી કાર્યક્રમો પાછળ 6,281 જેટલી બસો ફાળવાઈ હતી અને તે માટે રૂ.4.13 કરોડનો ખર્ચ થયો હતો. અમવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTSને આપવામાં આવતી લોનની ભરપાઈ કરવા- માંડવાળ કરવા માટેની દરખાસ્ત AMTS કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. AMTS દ્વારા મેરા મિટ્ટી મેરા દેશ, મહાત્મા મંદિર ખાતે યોજાયેલ વડાપ્રધાનનો કાર્યક્રમ, ટાગોર હોલ ખાતે યોજાયેલ વડાપ્રધાનનો કાર્યક્રમ, સ્ટ્રીટ વેન્ડર પોલિસી અંતર્ગત ભારત યોજના સહિતના કાર્યક્રમો માટે બસોની ફાળવણી કરવામાં આવી હતી.
Source link