ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેના ફેન્સ માટે ક્રિકેટ એટલે સચિન તેંડુલકર. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ સચિન તેંડુલકરની પોપ્યુલારિટીમાં કોઈ ઘટાડો થયો નથી.
તેની પુત્રી સારા તેંડુલકર છેલ્લા બે-ત્રણ વર્ષમાં સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. તેના પિતાની જેમ સારાની પોપ્યુલારિટી પણ સેલિબ્રિટી ઓછી નથી. સારાના સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ છે. આ જ કારણે જ્યારે પણ સારા સોશિયલ મીડિયા પર કંઈક પોસ્ટ કરે છે, તો તે તરત જ વાયરલ થઈ જાય છે. સારાના ફેન્સ તેની એક ઝલક જોવા માટે એક્સાઈટેડ હોય છે. સારા તેંડુલકરનું નામ ઘણીવાર ભારતીય ક્રિકેટ ટીમના યુવા ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાય છે. હાલમાં સારાએ લાંબા સમય બાદ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે.
સારાએ ઈન્સ્ટાગ્રામ શેર કરી છે સ્ટોરી
સારા તેંડુલકરે તાજેતરમાં એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. જેમાં તમે જોઈ શકો છો કે તે લંડનમાં પંજાબી સિંગર કરણ ઔજલાના લાઈવ કોન્સર્ટમાં ગઈ હતી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે સારા પંજાબી સિંગર કરણ ઔજલાની ફેન છે. જેમાં કરણ ઔજલા દો ખોખા ચાર આયે 100 મિલિયન ગીત ગાતો જોવા મળે છે.
હાલમાં જ ભારતીય ક્રિકેટર શુભમન ગિલનો 25મો જન્મદિવસ હતો. તેણે તેનો જન્મદિવસ તેના નજીકના મિત્રો ઈશાન કિશન, કેએલ રાહુલ અને શ્રેયસ ઐયર સાથે ઉજવ્યો. સારાની જેમ શુભમન ગિલ પણ પંજાબી સિંગર કરણ ઔજલાનો ફેન છે. તેની બર્થડે પાર્ટીમાં તે કરણ ઔજલાનું 100 મિલિયન ગીત ગાતો જોવા મળ્યો હતો. શુભમન ગિલ ઘણીવાર પંજાબી ગીતો સાંભળતો જોવા મળે છે.
સુંદરતાની સાથે સારા અભ્યાસમાં પણ હોશિયાર
સારા તેંડુલકરને બ્યુટી વિથ બ્રેઈન કહેવું ખોટું નહીં હોય. તે જેટલી સુંદર છે તેટલી જ તે અભ્યાસમાં પણ હોશિયાર છે. સારાએ તેનું સ્કૂલિંગ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ, મુંબઈથી કર્યું હતું, જ્યારે તેણે તેનું ગ્રેજ્યુએશન લંડનથી કર્યું હતું. સારાએ લંડનની યુનિવર્સિટી કોલેજમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યો છે. મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સારાએ મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો.