GUJARAT

Ankleshwarના સુનિતાબહેનના નિધન બાદ પણ ધબકતું રહેશે તેમનું હૃદય, આ છે કારણ

  • ભરૂચના અંકલેશ્વરમાં અંગોનું કરાયુ દાન
  • બ્રેઈન ડેડ મહિલાના 5 અંગોનું દાન કરાયુ
  • મહિલાના કિડની, લીવર, હૃદય, આંખોનું દાન

ભરૂચના અંકલેશ્વરમાં બ્રેઈન ડેડ મહિલાના અંગોનું દાન કરવામાં આવ્યું છે. આ બ્રેઈન ડેડ મહિલાના 5 અંગોનું દાન કરવામાં આવ્યું છે, જેના કારણે અન્ય 5 લોકોને જીવનદાન મળશે. બ્રેઈન ડેડ મહિલાના પુત્ર દ્વારા અંગદાન અંગેનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો હતો.

ડોનેટ લાઈફ સંસ્થાના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યુ

ભરૂચના અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ અને ડોનેટ લાઈફ સંસ્થાના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યુ છે. બ્રેઈન ડેડ મહિલાની કિડની, લીવર, હૃદય અને આંખોનું દાન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ભરૂચ જિલ્લામાંથી આ બીજું હ્રદય દાન છે અને જે સમાજમાં અંગદાનની જાગૃતિ અને ભાગીદારીમાં વધારો દર્શાવે છે.

અંકલેશ્વરની બ્રેઈન ડેડ મહિલાએ 5 લોકોને નવ જીવન બક્ષ્યુ

અંગ દાતા સુનિતાબેન કિરણભાઈ રજવાડીને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમના પરિવારજનો દ્વારા અંગદાનની ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. જેના કારણે સુનિતાબેન 5 લોકોમાં જીવતા રહેશે. તમને જણાવી દઈએ કે સુનિતાબેનનું હ્રદય અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં, લીવર અને કિડનીનું પ્રત્યારોપણ ઝાયડસ હોસ્પિટલ અમદાવદામાં અને આંખોનું દાન જી.સી.નાહર આઈ બેન્કમાં કરવામાં આવ્યું છે.

અગાઉ અમદાવાદના મણિનગરના બ્રેઈનડેડ વેપારીના 7 અંગોનું દાન કરાયું હતું

થોડા મહિનાઓ પહેલા અમદાવાદના મણિનગરના એક બ્રેઈનડેડ વેપારીના 7 અંગોનું દાન કરવામાં આવ્યું હતું. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં વેપારીને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવતા તેમના 7 અંગોનું દાન કરીને 5 વ્યક્તિને નવ જીવન બક્ષ્યુ હતું. તમને જણાવી દઈએ કે અમદાવાદના મણિનગરમાં રહેતા કૃણાલ જશુભાઇ પટેલ પ્રોવિઝન સ્ટોર્સ ધરાવતા હતા અને તેઓના પરિવારમાં પત્ની વૈશાલી, પુત્ર ધ્રુવ અને માતા હંસાબેન છે.

ત્યારે વેપારી કૃણાલ આણંદથી અમદાવાદ જઈ રહ્યા હતા. ત્યારે રાત્રે વિદ્યાનગર અક્ષર પુરષોતમ છાત્રાલય સર્કલ પાસે એક ગાયે તેમને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે તેમને આણંદ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાંથી તેઓને વધુ સારવાર માટે વડોદરાની ઈલોરાપાર્ક વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button