રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનોની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે કવચ 4.0 ને 10 હજાર લોકોમોટિવમાં લગાવી દેવાની મંજૂરી આપી દેવાઈ છે. કવચ સિસ્ટમને આરડીએસઓ દ્વારા મંજૂર કરાઇ છે. ટ્રેન અકસ્માત અટકાવવા માટે રેલવે દ્વારા કવચ નામની સ્વદેશી ટેકનોલોજી વિકસિત કરાઇ છે, જેમાં પિૃમ રેલવેમાં 789 કિમી રેલવે ટ્રેક પર દોડતી 90 ટ્રેનોના લોકોમાં આ સિસ્ટમ લગાવી તેનો પ્રયોગ પણ સફળતાપૂર્વક કરાયો છે.
ટ્રેનોની ગતિ 200 કિ.મી. પ્રતિકલાક સુધી વધારવા માટે આ સિસ્ટમ વીકસીત કરાઇ છે.
વડોદરા-અમદાવાદ સેક્શનમાં 96 કિ.મી. સુધી કવચ સિસ્ટમના ટ્રાયલ પણ સફળતાપૂર્વક થઇ ચૂક્યા છે.વડોદરા-રતલામ અને નાગદા સેક્શનમાં 303 કિ.મી.ના ટ્રાયલ રનનું પુરૂ થઇ ગયું છે. સેન્ટ્રલ-વિરાર (ઓટોમેટિક સિગ્નલિંગ) સેક્શનમાં 54 કિ.મી.માં ત્યાં સર્વેક્ષણનું કામ ચાલી રહ્યું છે. ટ્રેનોમાં સ્વચાલિકરૂપે બ્રેક લગાવીને નક્કી કરેલી ગતી મર્યાદામાં લોકો પાયલટની મદદ કરશે. ખરાબ હવામાનમાં પણ ટ્રેનને સુરક્ષિત રીતે દોડાવવામાં મદદરૂપ બનશે. સિગ્નલ પાસિંગ એટ ડેંજરને રોકવામાં પણ લોકો પાયલટને મદદ કરશે. સિગ્નલના દરેક પહેલું અને ગતિ સહિતની જાણકારી પણ લોકો પાયલટને આપશે. પિૃમ રેલવેમાં 789 કિ.મી.માંથી 405 કિ.મી.માં સફળતાપૂર્વક પરિક્ષણ કરાયું છે. એક ટ્રેક પર આવી જતી બે ટ્રેનોને સામસામે ટકરાવાની સ્થિતિને ટાળી શકાશે.
Source link