Travel Tips :ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઈ સમસ્યા નહીં થાય, પેકિંગ દરમિયાન આ વાતનું ધ્યાન રાખો
ટ્રાવેલિંગ દરમિયાન આપણે અનેક ટ્રાન્સપોર્ટની મદદ લેતા હોય છે. પરંતુ ટ્રેનમાં મુસાફરી કરવાની તો કાંઈ મજા જ અલગ છે. એક બાજુ ટ્રેનની મુસાફરી બજેટ ફ્રેન્ડલી છે. ટ્રેનમાં બેસી તમે સુંદર નજારોનો આનંદ પણ લઈ શકો છો.
તો આજે અમે તમને ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઈ અગવડતા ન અનુભવો તે માટે કેટલીક ટિપ્સ વિશે વાત કરીશું. તો ચાલો જોઈએ ટ્રેનમાં મુસાફરી કરવી કેવી રીતે સરળ બનાવશું
ટ્રેનમાં મુસાફરી દરમિયાન કેટલીક એવી વસ્તુ હોય છે. જેની વારંવાર જરુર પડે છે.તો એક કામ કરો આ માટે એક અલગથી નાનું પાઉચમાં ચાર્જર, લિપ બામ કે પછી હેડફોન જેવી નાની વસ્તુઓ રાખી શકો છો. આ પાઉચને તમે તમારા નાના બેગમાં રાખી દો જેનાથી તમારે તમારું મોટું બેગ વારંવાર ખોલવાની જરુર નહિ પડે.
ટ્રેનમાં ટોયલેટનો ઉપયોગ કરતી વખતે તમને અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં તમારે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે હેડવોશથી લઈ ટૂથપેસ્ટ, ફેસ વાઈપ્સ નેપકિન ઝિપર પાઉચમાં પેક કરી બેગમાં રાખી લો. જ્યારે જરુર પડે ત્યારે માત્ર આ એક જ પાઉચ તમારે બેગમાંથી કાઢવાનું રહેશે.
ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો.તો વારંવાર કાંઈ નાસ્તો કરવાની ઈચ્છા થશે. તેમજ બાળકો તમારી સાથે છે તો ઘરેથી જ સુકો નાસ્તો બેગમાં પેક કરી લો, નાસ્તાનું બેગ હંમેશા અલગથી રાખવું. તેમજ શક્ય હોય તો ઘરેથી થેપલા, સુકીભાજી, તેમજ ફ્રુટ્સ, વેજીટેબલ સેન્ડવીચ માટે શાકભાજી, બ્રેડ પણ સાથે લઈ જવી, ટ્રેનની મુસાફરી લાંબી રહેવાની જેથી જો તમે આ બધી વસ્તુ બેગમાં રાખશો તો બહારનું ફુડ ખાવાની જરુર નહિ પડે.
Source link