Travel With Tv9 :ઓફિસમાંથી માત્ર 3 દિવસની રજા મળી છે ? આ ટ્રાવેલ પ્લાન અપનાવી ફરી આવો જાપાન,જુઓ તસવીરો
કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યવસાયમાંથી ઓછા સમયમાં જાપાનનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે જાપાન ફરવા જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.
જાપાનમાં ગોલ્ડન પેવેલિયન, ટોક્યો ટાવર, હાઈમ જી કેસલ, ડિઝની લેન્ડ ટોક્યો, તોદેઈજી ટેમ્પલ,ગોકુદેની મંકી પાર્ક, હિદા-સન્નોગુ તીર્થ, તકાયામા, કિન્કાકુજી ટેમ્પલ સહિતના સ્થળ જોવા લાયક છે.
અમદાવાદ એરપોર્ટથી ફ્લાઈટ મારફતે તમે જાપાનના ટોક્યોના નરીતા અથવા હનેડા એરપોર્ટ પર પહોંચશો. ટોક્યોના શિબુયા ક્રોસિંગ અને નજીકના સ્થળોએ ટ્રેન મારફતે મુલાકાત લઈ શકો છો. તેમજ ટોક્યો ટાવરની મુલાકાત લઈ શકો છો. બીજા દિવસે શિંજુકુ ગ્યોન નેશનલ ગાર્ડન,મેઇજી તીર્થ,ઓડૈબા – ટીમલેબ બોર્ડરલેસ મ્યુઝિયમ સહિતની મુલાકાત લઈ શકો છો. જ્યારે ત્રીજા દિવસે અસાકુસા – સેન્સો-જી ટેમ્પલ, ટોક્યો સ્કાયટ્રીના સ્થળોની મુલાકાત લઈને અમદાવાદ આવવા માટે રવાના થઈ શકો છો.
ફ્લાઈટ મારફતે તમે જાપાનના ટોક્યોના નરીતા અથવા હનેડા એરપોર્ટ પર પહોંચશો. ટોક્યોના શિબુયા ક્રોસિંગ અને નજીકના સ્થળોએ ટ્રેન મારફતે મુલાકાત લઈ શકો છો. બીજા દિવસે શિંજુકુ ગ્યોન નેશનલ ગાર્ડન,મેઇજી તીર્થ,ઓડૈબા – ટીમલેબ બોર્ડરલેસ મ્યુઝિયમ સહિતની મુલાકાત લઈ શકો છો. જ્યારે ત્રીજા દિવસે અસાકુસા – સેન્સો-જી ટેમ્પલ, ટોક્યો સ્કાયટ્રીના સ્થળોની મુલાકાત લઈને અમદાવાદ આવવા માટે રવાના થઈ શકો છો. ચોથા દિવસે ક્યોટો – ફુશિમી ઇનારી તૈશા,કિન્કાકુ-જી (ગોલ્ડન પેવેલિયન)ની મુલાકાત લઈ શકો છો. તેમજ પાંચમાં દિવસે અરાશિયામા બામ્બૂ ગ્રોવ અને મંકી પાર્કની મુલાકાત લઈને અમદાવાદ પરત ફરી શકો છો. જાપાનના 5 દિવસના પ્રવાસ માટે આશરે 74,500 જેટલો ખર્ચ થઈ શકે છે.
જાપાનના ટોક્યોના નરીતા અથવા હનેડા એરપોર્ટ પર પહોંચ્યા બાદ તમે બીજા દિવસે ટોક્યોના શિબુયા ક્રોસિંગ અને નજીકના સ્થળોએ ટ્રેન મારફતે મુલાકાત લઈ શકો છો. તેમજ ટોક્યો ટાવરની મુલાકાત લઈ શકો છો.ત્રીજા દિવસે શિંજુકુ ગ્યોન નેશનલ ગાર્ડન,મેઇજી તીર્થની મુલાકાત ટ્રેન મારફતે લઈ શકો છો. ચોથા દિવસે ક્યોટો – ફુશિમી ઇનારી તૈશા,કિન્કાકુ-જી (ગોલ્ડન પેવેલિયન)ની મુલાકાત લઈ શકો છો. જ્યારે પાંચમાં દિવસે હિરોશિમા – પીસ મેમોરિયલ પાર્કની મુલાકાત લઈ શકો છો. છ દિવસે તમે ઓસાકા – યુનિવર્સલ સ્ટુડિયો જાપાનની મુલાકાત શિંકનસેન ( JR) દ્વારા લઈ શકો છો. આ ઉપરાંત સાતમાં દિવસે ઓસાકા કેસલ એટલે કે જાપાનના સૌથી પ્રખ્યાત કિલ્લાની મુલાકાત લઈ શકો છો. ત્યાર બાદ અમદાવાદમાં રવાના થઈ શકો છો.
Source link