ટેલિવિઝનના 48મા અઠવાડિયાની TRP રેટિંગ જાહેર થઈ ગઈ છે. આ વખતે ઘણા શોઝે પોતાનું સ્થાન મજબૂત રાખ્યું છે, જ્યારે કેટલાક લોકપ્રિય શોઝની સ્થિતિ ખરાબ થઈ છે.
- ‘અનુપમા’ અને ‘ક્યુંકી સાસ ભી…2’ ટોચે
રૂપાલી ગાંગુલીનો હિટ શો ‘અનુપમા’ સતત ચોથા મહિનાથી નંબર 1 પર યથાવત છે. સ્મૃતિ ઈરાનીનું ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’ બીજા ક્રમે રહ્યું. જોકે ગયા અઠવાડિયે ટોચમાં રહેલો આ શો આ વખતે અચાનક ટોપ 10 માં પાછળ સરકી ગયો.
- ટોપ 10 TRP Ranking – Week 48
1. અનુપમા – સ્ટાર પ્લસ
2. ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2
3. ગંગા માઈ કી બેટીયાં
4. ઉડને કી આશા – સ્ટાર પ્લસ
5. તુમ સે તુમ તક – ઝી ટીવી
6. વસુધા
7. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
8. લાફ્ટર શેફ
9. યે રિશ્તા ક્યા કહલાતા હૈ
10. બિગ બોસ 19
- ‘લાફ્ટર શેફ’ ટોપ 10 માં તો છે, પરંતુ સ્થિતિ કમજોર
એક વખતનો સુપરહિટ કોમેડી–કુકિંગ શો ‘લાફ્ટર શેફ’ આ અઠવાડિયે માત્ર 8મા નંબરે આવ્યો. નવી સીઝનમાં જૂનો હાસ્ય અને મજા ગાયબ રહી, જેના કારણે શોનું પ્રદર્શન અસરગ્રસ્ત થયું.
- TRP માં ઘટાડાનું કારણ શું?
સુદેશ લહરી અને નિયા શર્માની લોકપ્રિય જોડી આ સીઝનમાં જોવા મળી નહોતીનવી જોડી દર્શકોને પસંદ ન પડી તેજસ્વી પ્રકાશ અને ઈશા માલવિયની અનરિલેટેબલ કોમેડી પર ભારે ટીકા 11 વર્ષ પછી કપિલ શર્માના એન્ટ્રી છતાં TRPમાં વધારો નહીં.ભોજપુરી સ્ટાર પવન સિંહની હાજરી પણ અસરકારક સાબિત ન થઈ પરિણામે, ‘લાફ્ટર શેફ’ નો ચાર્મ આ સિઝનમાં સ્પષ્ટ રીતે ઘટતો જોવા મળી રહ્યો છે.


Leave a Comment