NATIONAL

UP: બેરોજગારના નામે 250 કરોડનું ટર્નઓવર, GSTની ટીમ ઘરે પહોંચતા થયો ખુલાસો

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં GST વિભાગના કર્મચારીઓ યુવકના ઘરે પહોંચ્યા અને દરવાજો ખટખટાવ્યો. જ્યારે યુવક બહાર આવ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેના નામે એક કંપની ચાલી રહી છે. તે કંપનીમાં આશરે રૂ. 250 કરોડના GST ઈ-બિલિંગ વ્યવહારો થયા છે. આ સાંભળીને યુવકના હોશ ઉડી ગયા.

બેરોજગાર યુવકના નામે કરોડોની કંપની

રતનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના બડસુ ગામમાં રહેતા એક બેરોજગાર યુવક અશ્વની કુમારને થોડા દિવસો પહેલા વોટ્સએપ પર કોલ આવ્યો હતો. કોલ પર નોકરી અંગે વાત કરવામાં આવી હતી. નોકરીની લાલચના કારણે અશ્વનીએ તેની પાસેથી માંગેલા દસ્તાવેજો વોટ્સએપ પર મોકલી આપ્યા હતા.

250 કરોડ GSTના ઈ-વે બિલિંગ છેતરપિંડી

અશ્વની કુમારનું કહેવું છે કે, તેણે દસ્તાવેજો સાથે 1750 રૂપિયા મોકલ્યા હતા, પરંતુ તેને નોકરી ન મળી. હવે અશ્વનીના નામે નકલી કંપની અને બેન્ક એકાઉન્ટ ખોલીને લગભગ રૂ. 250 કરોડ GSTના ઈ-વે બિલિંગ છેતરપિંડી કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે, GST વિભાગ સાથે મળીને આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

ગ્રામીણ SP આદિત્ય બંસલે કહ્યું કે, જુઓ આ રકમ કોઈ વ્યક્તિના ખાતામાં નથી આવી. રતનપુરીના રહેવાસી અશ્વની કુમારના દસ્તાવેજો તેમને નોકરી અપાવવાના બહાને લઈ ગયા હતા અને તે દસ્તાવેજોના આધારે નકલી કંપની અને નકલી બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. જેના કારણે GSTના ઈ-વે બિલિંગની છેતરપિંડી કરવામાં આવી હતી. તેમાંથી લગભગ 250 કરોડ રૂપિયાનું નકલી ઈ-વે બિલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ અંગે GST વિભાગ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે મળીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પીડિત યુવકે શું કહ્યું?

પીડિત યુવક અશ્વની કુમારે જણાવ્યું કે, તેને વોટ્સએપ પર નોકરી માટે કોલ આવ્યો હતો. મારી પાસેથી કાગળો માંગવામાં આવ્યા હતા, જેમાં મારા ઘરનું વીજળીનું બિલ અને પિતાનું આધાર કાર્ડ અને 1750 રૂપિયા લેવામાં આવ્યા હતા. મારા નામે કોઈ કંપની ચાલતી હોવાની મને જાણ નથી. GST વિભાગની ટીમ આવી છે. તેણે કહ્યું કે, મારા નામે કોઈ ફર્મ ચાલી રહી છે. GST વિભાગે અમને બોલાવ્યા છે અને કાયદેસરની પગલાં લેવા જણાવ્યું છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button