GUJARAT

ખેડામાં કપડવંજ-મોડાસા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં બેના કરૂણ મોત

ખેડામાં કપડવંજ-મોડાસા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં બેના કરૂણ મોત થયા છે. ખેડા માં બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં બેના મોત થયા હતા. એસટી બસના કંડક્ટર અને એક પેસેન્જરનું મોત થયું હતું. આ અકસ્માતમાં આઠથી વધુ વ્યક્તિઓને ઇજા પહોંચી છે.

અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. તેના પછી પોલીસે વ્યવસ્થા સંભાળતા ટ્રાફિકને પૂર્વવત્ કર્યો હતો. મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ થયા પછી મૃતદેહ તેમના સગાસંબંધીને સોંપી દેવામાં આવશે. પોલીસે ઇજાગ્રસ્તોનું નિવેદન લીધું છે.

ઇજાગ્રસ્તોને સારવાર માટે કપડવંજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે મામલતદાર તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કપડવંજ ગ્રામ્ય પોલીસે આ અંગે અકસ્માતનો કેસ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આ ઉપરાંત વાહન ચલાવનારા નશામાં હતા તેની પણ તપાસ કરવાની છે, જેથી ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસની પણ ખબર પડે.

કપડવંજમાં હજી મહિના પહેલા થયેલા અકસ્માતમાં બેના મોત થયા હતા. તેમા પોરડા ભટેરા પાસે એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.  એસટી બસચાલકે ઓવરટેક કરવાનો પ્રયત્ન કરતાં આ અકસ્માત નોંધાયો હતો. એસટી બસ કપડવંજથી માતાના મઢ જતી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી હતી.

આ અકસ્માતમાં રીક્ષામાં સવાર બેના મોત થયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે કપડવંજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે એસટીબસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત પોલીસે એસટી બસ ચાલકનું નિવેદન પણ લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button