GUJARAT

Halvad પાસે બંધ પડેલી ટ્રકની પાછળ બે વાહન અથડાયાં, 1 સગીરનું મોત

હળવદ – ધ્રાંગધ્રા હાઇવે ઉપર કવાડિયા ગામના પાટિયા નજીક એક ટ્રક ચાલકે રોડ ઉપર જ પોતાનો ટ્રક ઉભો રાખી દેતા વહેલી સવારે આ બંધ ટ્રક પાછળ એક ટેન્કર અને એક આઇસર ટ્રક અથડાઈ હતી.

અકસ્માતમાં આઇસર ટ્રકમાં બેઠેલા એક સગીરનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલકને ઇજાઓ પહોંચી હતી.

વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ હળવદ – ધ્રાંગધ્રા હાઇવે ઉપર કવાડિયા ગામના પાટિયા નજીક જીજે-12-એઝેડ-8225 નંબરના ટ્રક ચાલકે અન્ય મનુષ્યની જિંદગી જોખમાય તેવી રીતે કોઈ સિગ્નલ લાઈટ ચાલુ રાખ્યા વગર જ ટ્રક રોડ ઉપર ઉભો રાખતા આ ટ્રક પાછળ જીજે -12-બીવી-9408 નંબરનું ટેન્કર અથડાયું હતું અને બાદમાં ટેન્કર પાછળ જીજે-08- એડબ્લ્યુ -5503 નંબરનું આઇસર અથડાતા ચાલક ઇજાગ્રસ્ત થયો હતો અને આઇસરમાં બેઠેલા પ્રવીણ ચંદાભાઈ માજીરાણા ઉ.વ. 15 નામના સગીરનું મૃત્યુ નિપજતા ત્રિપલ અકસ્માતની ઘટના અંગે આઇસર ટ્રક ચાલકના ભાઈ અરજણભાઈ ઉર્ફે લાખાભાઈ ચોથાભાઈ સોબોડે હળવદ પોલીસ મથકમાં ફ્રિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button