BUSINESS

Union Budget 2025: આવક પર ક્યારે મુકાયો ટેક્સ અને ક્યારે અપાઇ છૂટ?

કેંદ્રીય નાણાંમંત્રી નિર્મળા સીતારમણે આજે સંસદમાં આઠમી વાર બજેટ રજૂ કર્યુ છે. આ બેજટ દરમિયાન ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. આ બજેટ દરમિયાન કર રાહત મહત્વનો મુદ્દો રહ્યો. આ સિવાય વરિષ્ઠ નાગરિકો માટે ખાસ જોગવાઇઓ પણ જાહેર કરાઇ હતી. આ સિવાય રમકડા બજાર માટે ખાસ મિશન પણ હાથ ધરાયુ છે. તો કપડા ઉદ્યોગને મજબૂત બનાવવા માટે કપાસ પકવતા ખેડૂતોને આર્થિક સહાય પણ સરકાર આપશે તેનું વચન અપાયુ હતુ. ત્યારે વર્ષ 2014થઈ લઇને વર્ષ 2025 સુધી મોદી સરકારે રજૂ કરેલા બજેટમાં શુ બદલાવ આવ્યો તેના પર એક નજર કરીએ.

મોદી સરકારનું 3.0 બજેટ

વર્ષ 2014થી લઇને વર્ષ 2025 સુધી મોદી સરકારે ઇનકમ પર ક્યારે લગાવ્યો ટેક્સ અને ક્યારે આપી છૂટ તે જાણી લઇએ. હવે વાર્ષિક 12 લાખ સુધી આવક વેરો નહી લાગે. તો સાથે જ 4 વર્ષનું આઇટી રિટર્ન એકસાથે ભરી શકાશે. વર્ષ 2014થી લઇને વર્ષ 2025 સુધી મોદી સરકારે 14 વખત બજેટ સંસદમાં રજૂ કર્યુ છે. આ 11 વર્ષોમાં ચૂંટણીના વર્ષ દરમિયાન રજૂ કરાયેલા બે વચગાળાના બજેટ પણ સામેલ છે.

બજેટ દ્વારા વરિષ્ઠ નાગરિકોને તેમની કર મુક્તિ મર્યાદામાં વધારો થવાની અપેક્ષા છે. હાલમાં, આવકવેરાના સંદર્ભમાં વરિષ્ઠ નાગરિકોની બે શ્રેણીઓ છે. પ્રથમ શ્રેણીમાં 60 થી 80 વર્ષની વયના લોકોનો સમાવેશ થાય છે, જેમને વરિષ્ઠ નાગરિકો કહેવામાં આવે છે. બીજી શ્રેણીમાં 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોનો સમાવેશ થાય છે, જેમને સુપર સિનિયર સિટીઝન કહેવામાં આવે છે. જો કોઈ વરિષ્ઠ નાગરિકની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધીની હોય, તો તેમણે આવકવેરાની જૂની વ્યવસ્થા હેઠળ કર ચૂકવવાની જરૂર નથી. જો કોઈ સુપર સિનિયર સિટીઝનની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા હોય, તો તેને જૂની વ્યવસ્થા હેઠળ કર ચૂકવવાની જરૂર નથી. સરકારે બંને પ્રકારના વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરવી જોઈએ. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button