NATIONAL

UP: બરેલીમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર બ્લાસ્ટ, 5 લોકોના મોત, બચાવ કામગીરી શરૂ

ઉત્તરપ્રદેશમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીઓમાં દરરોજ બ્લાસ્ટ થાય છે. આ વખતે બરેલી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. બુધવારે મોડી સાંજે થયેલા બ્લાસ્ટને કારણે ફેક્ટરીની આસપાસના આઠ મકાનો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે કાટમાળ નીચે દબાઈ જવાના કારણે પાંચ લોકોના મોત થયા છે. કાટમાળ નીચે હજુ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે.

બચાવ કામગીરી હાથ ધરાઈ

ઘટનાસ્થળે લોકોની મોટી ભીડ ઉમટી પડી છે. સ્થાનિક લોકોની મદદથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.

ફટાકડાની ફેક્ટરી ભયંકર બ્લાસ્ટ

મળતી માહિતી અનુસાર સિરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના કલ્યાણપુર ગામમાં ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. આ ફટાકડાના કારખાનાની આસપાસ રહેણાંક મકાનો પણ બનાવવામાં આવ્યા હતા, જેમાં લોકો રહેતા હતા. ગામના રહેવાસી રહેમાન શાહના સંબંધીઓ નાઝીમ અને નાસીર સિરૌલી માર્કેટમાં ફટાકડાનું કામ કરે છે. રહેમાન શાહ પણ પોતાના ઘરે ચોરીછૂપીથી ફટાકડા બનાવીને આપતો હતો.

ઘર કાટમાળમાં ફેરવાયા

બુધવારે કલ્યાણપુર ગામમાં રહેમાન શાહના ઘરમાં રાખેલા ફટાકડામાં ભયંકર બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને લોકો ડરી ગયા હતા. જ્યારે લોકોએ બહાર આવીને જોયું તો રહેમાનનું ઘર સંપૂર્ણપણે કાટમાળમાં ધસી ગયું હતું. આ વિસ્ફોટના કારણે નજીકના આઠ મકાનો ધરાશાયી થયા છે. લોકોએ તરત જ સિરૌલી પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતા જ સિરૌલી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

SP ઘટનાસ્થળે પહોંચ્યા

ટીમે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં રહેમાન શાહની પુત્રવધૂ સહિત પાંચ લોકો કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ પામ્યા છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ SSP અનુરાગ આર્યએ SP ટ્રાફિક અને સીઓ મીરગંજને ઘટનાસ્થળે મોકલ્યા હતા. SSPનો આદેશ મળતા જ બન્ને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બન્ને અધિકારીઓએ ઘટનાસ્થળે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ કરી હતી. પ્રશાસનની ટીમ પણ સ્થળ પર હાજર છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button