- જેસિકા પેગુલા સામે અંતિમ-8નો મુકાબલો રમશે
- સ્વિયાતેકે રોલેન્ડ ગરોસ ખાતેના ફ્રેન્ચ ઓપનમાં સર્વાધિક 35 વિજય મેળવ્યા
- ફ્લશિંગ મિડોઝ ખાતે 20 વિજય અને ચાર પરાજય મેળવ્યા
પોલેન્ડની સ્ટાર ખેલાડી ઇગા સ્વિયાતેક મુકાબલો જીતીને વર્ષના છેલ્લા ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.વિમેન્સ સિંગલ્સમાં નંબર-1 સ્વિયાતેક પોતાની નવમી ગ્રાન્ડસ્લેમ ક્વાર્ટર ફાઇનલ રમશે.
કારકિર્દીમાં 100મી ગ્રાન્ડસ્લેમ મેચ રમનાર સ્વિયાતેકે લ્યૂડમિલા સેમસોનાવાને 6-4, 6-1થી હરાવીને બીજી વખત યુએસ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.પોલેન્ડની ખેલાડીએ 100 મેચમાં 83મો વિજય મેળવીને મારિયા શારાપોવાના (82 ગ્રાન્ડ સ્લેમ વિજય) રેકોર્ડને બ્રેક કર્યો હતો. સ્વિયાતેકે રોલેન્ડ ગરોસ ખાતેના ફ્રેન્ચ ઓપનમાં સર્વાધિક 35 વિજય મેળવ્યા છે અને ફ્લશિંગ મિડોઝ ખાતે 20 વિજય અને ચાર પરાજય મેળવ્યા છે. આ ઇલિટ ક્લબમાં માર્ટિના હિંગિસ અને સેરેના વિલિયમ્સનના નામે 86-86 વિજય નોંધાયેલા છે. મોનિકા સેલેસ 93 ગ્રાન્ડસ્લેમ મેચ વિજય સાથે મોખરાના સ્થાને છે.
સ્વિયાતેક અને લ્યૂડમિલા એક સમયે પ્રથમ સેટમાં 4-4થી સરભર હતી પરંતુ પોલિશ ખેલાડીએ સતત સાત ગેમ જીતીને પોતાનો વિજય નિશ્ચિત કર્યો હતો. તેનો આગામી મુકાબલો છઠ્ઠી ક્રમાંકિત જેસિકા પેગુલા સામે થશે જેણે ડાયનાને 6-4, 6-2થી હરાવી હતી. તે સાતમી વખત કોઈ ગ્રાન્ડસ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. વિમેન્સ સિંગલ્સમાં કેરોલિના મુચોવા પણ અંતિમ-8માં પહોંચી છે. તેણે ચાલુ વર્ષે ફ્રેન્ચ ઓપન તથા વિમ્બલ્ડનમાં રનર્સ-અપ રહેલી જાસ્મીન પાઓલિનીને 6-3, 6-3થી પરાજય આપ્યો હતો.
Source link