- પૂરના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો
- કોઈ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સોસાયટીમાં આવવા માટે સ્થાનિકોએ પ્રવેશ બંધી ફરમાવી દીધી
- આગામી ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો પણ યુવાનોએ નિર્ણય લીધો
વડોદરા જિલ્લાના હાલ પૂરે બેહાલ કર્યા છે અને પૂરના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં નેતાઓની પ્રવેશ બંધને લઈને બેનરો લાગ્યા છે. અકોટા વિસ્તારની પરસોતમ નગર સોસાયટીમાં રહીશોએ આ બેનરો લગાવ્યા છે.
પૂરની પરિસ્થિતિમાં એક પણ નેતા કે કાર્યકરો પડખે આવ્યા નથી: સ્થાનિકો
સ્થાનિકોએ બેનર લગાવીને કોઈપણ રાજકારણી, કોઈ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સોસાયટીમાં આવવા માટે પ્રવેશ બંધી ફરમાવી દીધી છે અને સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે કે પૂરની પરિસ્થિતિમાં એક પણ નેતા કે કાર્યકરો પડખે આવ્યા નથી અને આ સિવાય રોડ ઉપર રાહત સામગ્રી આપવા માટે પણ નેતાઓ મદદે આવ્યા નથી.
નાગરિકો પાસેથી અલગ અલગ બહાને ટેક્સના કરોડો રૂપિયા વસૂલ્યા પણ સુવિધાના નામે મીંડુ
આ સાથે જ સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે નાગરિકો પાસેથી અલગ અલગ બહાને ટેક્સના કરોડો રૂપિયા વસૂલ્યા છે પણ સુવિધાના નામે મીંડુ જોવા મળ્યું છે. કોઈ પણ વ્યક્તિને મદદ કરવામાં આવી નથી કે નહતો કોઈ સુવિધા આપવામાં આવી છે. આ સાથે જ આવતા ઈલેક્શનમાં મતદાન નહીં કરવાનો પણ યુવાનોએ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે વરસાદી પાણી ફરી વળતા લોકોના મકાનના બેઝમેન્ટોમાં સાત સાત ફૂટ જેટલા પાણી ભરાયા હતા અને તમામ રહીશોના ઘરને મોટુ નુકસાન પહોંચ્યું છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીની સેફટી દિવાલ તૂટતા બંગ્લામાં ઘુસી ગયા પાણી
વડોદરામાં પૂર બાદ મોટી સમસ્યા સર્જાઈ છે. ત્યારે વિશ્વામિત્રી કાંઠે બનાવેલી સેફ્ટી દિવાલ ધરાશાયી થતાં પૂરના પાણી બંગ્લાઓમાં ફરી વળ્યા હતા. સેફટી વોલ તૂટતા બંગલાઓમાં પૂરના પાણી ફરી વળતા સ્થાનિકો પરેશાન થયા હતા, ઘટનાની જાણ થતાંની સાથે જ ધારાસભ્ય ચૈતન દેસાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. સામ્રાજ્ય એક્સ્ટેન્શન બંગલામાં પાણી ઘુસી જતા લોકોને હાલાકીને સામનો કરવો પડયો હતો. પૂર એટલુ તીવ્ર હતું કે વિશ્વામિત્રી કાંઠે બનાવેલી સેફ્ટી વોલ પણ થઈ ધરાશાયી થઈ ગઈ હતી.
Source link