- પ્રતાપપુરા ડેમની સપાટી પણ 225.22 ફૂટે પહોંચી
- આજે ફરીથી વડોદરામાં મેધરાજાની પધરામણી થઇ
- વિશ્વામિત્ર નદીના જળસ્તર 11.71 ફૂટ પર પહોંચ્યા
વડોદરા શહેર અને જિલ્લામાં ગતરાતથી આજે વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો છે. જેમાં મેઘરાજા મહેરબાન થતા વડોદરા શહેરમાં હિલ સ્ટેશન જેવા માહોલ છે. ઉપરવાસમાં પણ વરસાદને પગલે આજવા સરોવરમાં પાણીની આવક થઇ છે. તેમાં આજવા સરોવરની સપાટી પહોંચી 212.15 ફૂટ તેમજ પ્રતાપપુરા ડેમની સપાટી પણ 225.22 ફૂટે પહોંચી છે.
વિશ્વામિત્ર નદીના જળસ્તર 11.71 ફૂટ પર પહોંચ્યા
વિશ્વામિત્ર નદીના જળસ્તર 11.71 ફૂટ પર પહોંચ્યા છે. રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધીના વરસાદના આંકડા જોઇએ તો વડોદરા 34mm, સાવલી 46mm, ડભોઇ 16mm, વાઘોડિયા 15mm, ડેસર 67mm તેમજ પાદરા 25mm અને સિનોર 22mm તથા કરજણમાં 71mm વરસાદ આવ્યો છે. જેમનાં સૌથી વધુ વરસાદ કરજણ ખાતે 71 મિલી મીટર નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ડભોઇ ખાતે 16 મીલીમીટર આવ્યો છે. વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસર્યા નથી જેમાં ફરીથી વરસાદે ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
આજે ફરીથી વડોદરામાં મેધરાજાની પધરામણી થઇ
વડોદરામાં પડેલ વરસાદ અને ઉપરવાસના વરસાદે શહેરના અનેક વિસ્તારોને જળમગ્ન કરી દીધા હતા. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. જોકે, પૂરની સ્થિતિમાં અનેક વિસ્તારોમાંથી હજુ પાણી ઉતર્યા નથી. લોકોને લાખો કરોડોનું નુકસાન ભોગવવું પડ્યું છે. અને ત્યાં તો આજે ફરીથી વડોદરામાં મેધરાજાની પધરામણી થઇ છે. જેના કારણે તંત્ર સહીત વડોદરાવાસી ઓની ચિતા વધી ગઇ છે.
Source link