GUJARAT

Vadodara: ગતિ શક્તિ યુનિવર્સિટીનો દ્વિતીય દીક્ષાંત સમારોહ યોજાયો, અશ્વિની વૈષ્ણવ રહ્યા હાજર

વડોદરામાં ગતિ શક્તિ યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય રેલવે મંત્રી અને ગતિ શક્તિ યુનિવર્સિટીના ચાન્સેલર અશ્વિન વૈષ્ણવના હસ્તે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

239 વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવ્યા

આજવા રોડ પર પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે આજે ગતિ શક્તિ યુનિવર્સિટીનો દ્વિતીય દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને ઉત્તીર્ણ થયેલ 239 વિદ્યાર્થીઓને સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રથમ હરોળમાં આવનાર બે વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રેલવે મંત્રી તેમજ ગતિ શક્તિ યુનિવર્સિટીના ચાન્સેલર અશ્વિન વૈષ્ણવના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અશ્વિની વૈષ્ણવે પોતે લખીને લાવ્યા હતા તે સંબોધન વાંચવાનું ટાળ્યું!

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાની સ્પીચની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓને સંબોધી જણાવ્યું હતું કે તમારા બધાની એનર્જી જોયા બાદ હું જે તમને સંબોધન કરવા લખીને લાવ્યો હતો તે હવે વાંચવાનું ટાળી રહ્યો છું. સ્પીચમાં કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે 30 વર્ષ પહેલા સત્તા પર રહેલાઓનો સંકુચિત વિચાર હતો, જ્યારે હાલ નેતૃત્વ કરનાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિચાર કંઈક અલગ જ છે અને તેમણે સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરી સાથે પોતે જ યુનિવર્સિટીનું નામકરણ કર્યું અને ગતિ શક્તિ યુનિવર્સિટીનું નામ આપવામાં આવ્યું.

વિશ્વની મોટી કંપનીઓ ગતિશક્તિ યુનિવર્સિટી સાથે જોડાઈ: અશ્વિની વૈષ્ણવ

મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટેશનની એક ઉત્કૃષ્ટ એક્સેલન્સીનું જે વિઝન , તે ગતિ શક્તિ યુનિવર્સિટીમાં પૂર્ણ થાય છે તે ખૂબ ખુશીની વાત છે. દુનિયાભરની ખ્યાતનામ કંપનીઓ ગતિ શક્તિ યુનિવર્સિટી સાથે જોડાઈ છે. ગતિ શક્તિ યુનિવર્સિટીમાં ઈન્ડસ્ટ્રીઝમાં જે પ્રમાણે જોઈએ છે તે પ્રમાણે કોર્સ જોડવામાં આવે છે. ગતિશક્તિ યુનિવર્સિટીના એક્સપાન્શન માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જે સહયોગ આપ્યો છે, તે બદલ ખુબ ખુબ આભાર માન્યો હતો.

ગતિ શક્તિ યુનિવર્સિટીના ચાન્સેલર અને રેલવે મંત્રી દ્વારા યુનિવર્સિટી માટે જે જમીન માગવામાં આવી હતી, તે જમીન અગાઉ જ સરકારે નિર્ધારિત કરી દીધી છે અને 31 હેક્ટર જેટલી જમીન સરકારે ફાળવી પણ છે. જેની ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને મંજૂરી પણ ટૂંક સમયમાં આપી દેવાશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button