GUJARAT

Vadodara: મોડી રાત્રે MSUના વિદ્યાર્થીઓ પર હુમલો, અસામાજિક તત્વોના સમાધાન માટે ધમપછાડા

  • ફતેગજમાં મોડી રાત્રે MSUના વિદ્યાર્થીઓ પર હુમલો કરાયો હતો
  • હોસ્ટેલમાં રહેતા બિહારના વિદ્યાર્થીઓ ‘ભારત માતા કી જય’ના નારા લગાવતા હતા
  • ઘટના અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ગઈકાલે મધ રાત્રે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા બિહારી વિદ્યાર્થીઓ વાહનોમાં પેટ્રોલ પુરાવવા માટે નીકળ્યા હતા. મોડી રાતે વિદ્યાર્થીઓ ભારત માતા કી જય, ભાજપ અને નરેન્દ્ર મોદી ઝિંદાબાદના નારા લગાવી રહ્યા હતા.

ઉગ્ર બોલાચાલીમાં મામલો બગડતા અસામાજિક તત્વોએ વિદ્યાર્થીઓને કોર્ડન કરી મારમારી કરી હતી

આ દરમિયાન નજીકમાં બેસેલા કેટલાક અસામાજિક તત્વોએ વિદ્યાર્થીનઓને છંછેડાયા હતા. ત્યારબાદ અસામાજિક તત્વો વિદ્યાર્થીઓ પાસે ધસી જઈ બોલાચાલી કરી હતી. ઉગ્ર બોલાચાલીમાં મામલો બિચકતા અસામાજિક તત્વોએ વિદ્યાર્થીઓને કોર્ડન કરી ફટકાર્યા હતા. આ ઘટના અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ પ્રકરણમાં હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી

ફતેગંજ વિસ્તારમાં બનેલી આ મારામારીની ઘટનાનો મોડી રાતનો વીડિયો સોશિયલ મીડિયા પર આજે વાયરલ થયો હતો. આ ઘટના બાદ સમગ્ર મામલે સમાધાન કરવાના પ્રયાસો હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે આ પ્રકરણમાં હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

રાજકોટમાં સામાન્ય પાર્કિંગ મુદ્દે પિતા-પુત્ર પર હુમલો

10 દિવસ અગાઉ જ રાજકોટમાં સામાન્ય પાર્કિગની બાબતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પાસે આવેલી ફોર્ચ્યુન હોટલ આગળ પિતા-પુત્ર વાહન પાર્કિંગ કરવા જતા હતા, તે સમયે ત્યા હાજર અસામાજિક તત્વો પણ પાર્કિંગ કરવા માગતા હતા, જેને લઈને બોલાચાલી થઈ હતી અને સામાન્ય બોલોચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા અસામાજિક તત્વોએ પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો અને જેમાં પિતા અને પુત્રને મોટી ઈજાઓ થઈ હતી.

પોલીસ દોઢ કલાક સુધી ઘટના સ્થળે પહોંચી નહતી

તમને જણાવી દઈએ કે આટલી મોટી મારામારીની ઘટના બની હતી અને પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ પણ પોલીસ દોઢ કલાક સુધી ઘટના સ્થળે પહોંચી નહતી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે ઘાયલ થયેલા પિતા-પુત્ર ઓટો કન્સલ્ટન્ટના ધંધા સાથે જોડાયેલા છે. ત્યારે વેપારી શૈલેષગીરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button