નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે. ગરબા રમવા ગરબા પ્રેમીઓ થનગની રહ્યા છે. ગરબે ઘૂમવા માટે તૈયારીઓ બધી કરી રહ્યા છે. હાલમાં તમે જુઓ તો બજારોમાં ભીડ જોવા મળી રહી છે. ગરબા રમવા માટે જેમ પ્રેક્ટિસ કરે છે ખેલૈયાઓ તેવી જ રીતે આયોજકો પણ ગરબાને લઇને તૈયારીઓમાં લાગી ગયા છે. પરંતુ નવરાત્રિ પહેલા વરસાદ વિઘ્ન બન્યો છે. વડોદરામાં ધોધમાર વરસાદ થતા ગરબા મેદાનો પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
નવરાત્રિના આયોજકો ચિંતામાં
નવરાત્રિના આયોજનને લઇને તૈયારીઓ કરી રહેલા આયોજકો પર વરસાદે પાણી ફેરવી દીધુ છે. આયોજકનું કહેવુ છે કે ભારે વરસાદ અને પવનને કારણે પતરાની દીલાલ તૂટી ગઇ હતી. જેને કારણે પંખા, લાઇટ સહિતનો ઇલેક્ટ્રિક સામાન બગડી ગયો હતો. આયોજકોનું કહેવુ છે કે ગઇકાલના વરસાદથી જ અમને લાખોનું નુકસાન વેઠવું પડ્યુ છે. મેદાનમાં કાદવ કીચડ થતા હાલ મેદાનને સમતળ કરવાની કામગીરી ચાલી રહી છે. ક્વોરી ડસ્ટ પાથરવામાં આવી રહી છે.
4 કલાકમાં 3 ઇંચ વરસાદ
મહત્વનું છે કે વડોદરામાં ગઇકાલે ધોધમાર વરસાદ આવ્યો હતો. 4 કલાકમાં 3 ઈંચ વરસાદ આવ્યો હતો. જેમાં 200થી વધુ વૃક્ષો અને હોર્ડિંગ્સ તૂટી ગયા હતા.. બીર કોમ્પ્લેક્સ નજીક વૃક્ષ નીચે 2 કાર દબાઈ હતી. શહેરમા ચાર કલાકમાં ખાબકેલ ત્રણ ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું હતું. 120 kmની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડા સાથે વરસાદે વૃક્ષો અને હોર્ડિંગસને ઝપેટમાં લીધા હતા.
Source link