- ભૂખી નદી બે કાંઠે વહેતી થઈ
- સોમવારે એક કલાકમાં 2 ઈંચ વરસાદથી ભૂખી નદી બે કાંઠે વહેતી થઈ.
- નગરના મારૂતિ કોમ્પ્લેક્સ, ગ્રૂપ શોપિંગ અને કરિયાણાની દુકાનમાં વરસાદી પાણી ઘૂસી જતાં નુકસાન થયું છે
સાધલી : શિનોર તાલુકામાં ગઈકાલે માત્ર 1 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા સાધલીમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં.
નગરના મારૂતિ કોમ્પ્લેક્સ, ગ્રૂપ શોપિંગ અને કરિયાણાની દુકાનમાં વરસાદી પાણી ઘૂસી જતાં નુકસાન થયું છે. દુકાનદારોના જણાવ્યાં મુજબ, આ સમસ્યા 10 વર્ષથી છે, જે અંગે પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ છે. તાજેતરમાં પંચાયત દ્વારા ગટરનું અને રોડની સાઈડમાં પેવર બ્લોક નાખ્યા હતાં, જે પ્રથમ ચોમાસામાં બેસી ગયા છે. સાધલી ઉપરાંત અવાખલ અને માલસર સહિતના ગામોમાં રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતાં. સોમવારે બપોરથી શરૂ થયેલો વરસાદ આખી રાત પડતાં સાધલીની ભૂખી નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેથી સાધલી ચોકડી પાસે વાહન વ્યવહાર બંધ કરાયો હતો. તેમજ પોલીસ દ્વારા ચોકડી પર બેરિકેડ મૂકી ટ્રાફિક ડાઇવર્ટ કરાયો હતો.
Source link