વડોદરામાં જૈન મુનિ સૂર્યસાગર સ્વામી ક્રોધિત થયા છે. જેમાં પૂરની સ્થિતિને લઈ સ્થાનિક નેતાઓ પર કોપાયમાન થયા છે. તેમાં જૈન મુનિ સૂર્યસાગર સ્વામીએ જણાવ્યું છે કે વડોદરામાં 10થી 12 ઈંચમાં ક્યારેય પૂર ના આવ્યું. આ વર્ષે પૂર આવી ગયુ છે. મનપાના અધિકારીઓ, ધારાસભ્યો તેના માટે જવાબદાર છે.
મનીષા વકીલ, ભરત ડાંગરને માત્ર સત્તા જોઈએ છે
ધારાસભ્યોને માત્ર સત્તા જોઈએ છે. મનીષા વકીલ, ભરત ડાંગરને માત્ર સત્તા જોઈએ છે. બાળકૃષ્ણ શુક્લને માત્ર સત્તા જોઈએ છે. આ નેતાઓને જીવડા પડશે. કોઈ બોલે તો હેરાન કરાય છે. સાપ, વીંછી કરડતા લોકો મરી ગયા છે. બે લોકો કરંટ લાગવાથી મરી ગયા છે. ખબર નહીં શીર્ષ નેતૃત્વને આમણે શું લોલીપોપ આપી છે. મને હેરાન કરી બતાવો તો હું તેમને બતાવું. જેમાં હવે જૈન મુનિ સૂર્યસાગર સ્વામીનો વડોદરાના નેતાઓ પર પ્રકોપ સામે આવ્યો છે. વડોદરાના ધારાસભ્યોને કડવા વેણ કહ્યા છે. જેમાં 10 થી 12 ઇંચ વરસાદમાં ક્યારેય પુર ન આવ્યું અને આ વર્ષે પુર આવી ગયુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન એના માટે જવાબદાર છે.
લોકોની વેદના જોઇ મુનિ સૂર્ય સાગર મહારાજ ક્રોધિત થયા
ધારાસભ્ય મનીષા વકીલ અને બાળકૃષ્ણ શુક્લ તેમજ ભરત ડાંગરને ફક્ત સત્તા જોઈએ. કોઈ બોલે તો તેને હેરાન કરવામાં આવે છે. હાલોલમાં ચાતુર્માસમાં મુનિ સૂર્ય સાગર મહારાજ બિરાજમાન છે. તેમાં જૈન મુનિ સૂર્યસાગર મહારાજનો વધુ એક વીડીયો સામે આવ્યો છે. વડોદરામાં 30 થી 35 તળાવ હતા. તેમાં બધા તળાવને આ લોકો ખાઈ ગયા અને બિલ્ડરોને આપી દીધા છે. વડોદરાનો પ્રમુખ વિજય શાહ છે. ખબર નહીં તેણે ભાજપ માટે કે હિન્દુત્વ માટે શું કર્યું છે. 2029માં ભાજપનું પતન આ લોકો જ કરાવશે. જેમાં કોંગ્રેસ મુક્ત કરવામાં ભાજપને કોંગ્રેસ યુક્ત કરી નાખ્યુ છે. મરવા દો આવા લોકો ને. આ પ્રકાર કડવા વેણથી લોકોની વેદના સાથે મુનિ સૂર્ય સાગર મહારાજ ક્રોધિત થયા છે.
Source link