- વાઘોડિયા રીંગરોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા
- વડોદરાની મુખ્ય ત્રણ કાંસો છલોછલ
- સોમાતળાવ, વાડી વિસ્તાર પાણી જ પાણી
વડોદરાના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જેમાં વડોદરાની મુખ્ય ત્રણ કાંસો છલોછલ થયા છે. ઉપરવાસમાં વરસાદ રોકાતા હાશકારો થયો છે. આજવા સરોવરમાં પાણીની આવક ઘટી રહી છે. તેમજ સોમાતળાવ, વાડી વિસ્તાર પાણી જ પાણી જોવા મળ્યું છે. વાઘોડિયા રીંગરોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.
આજવા સરોવરનીની સપાટી પહોંચી 214.05 ફૂટે પહોંચી
આજવા સરોવરનીની સપાટી પહોંચી 214.05 ફૂટે પહોંચી છે. જેમાં વિશ્વામિત્રી નદી 33.50 ફૂટે પહોંચી છે. વાહન વ્યવહાર માટે કાલાઘોડા બ્રિજને બંધ કરાયો છે. વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં વડોદરા શહેરની મુખ્ય ત્રણ કાંસો વરસાદી પાણીથી ભરાઇ ગઇ છે. તેમાં રૂપારેલ કાંસમાં પાણીની આવક વધુ થતા સમગ્ર વિસ્તાર પ્રભાવિત થયો છે. સોમાતળાવ, વાડી, ડભોઇ વાઘોડિયા રીંગરોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.
સોસાયટીઓમાં પણ લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા
સોસાયટીઓમાં પણ લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા લોકોના ફર્નિચર સહિતની વસ્તુઓને ભારે નુકસાન થયુ છે. ત્યારે ઉપરવાસમાં વરસાદ રોકાતા તંત્રએ હાશકારો લીધો છે. તેમજ બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે જેમાં કાલાઘોડા બ્રિજની આસપાસ પાણી ફરી વળ્યા છે. તેમજ સયાજીગંજ ટ્રાફિક ACPની ઓફીસ પાસે પાણી ભરાયા છે. નરહરી સર્કલ પાસે વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમોમાંથી પાણી છોડાયા છે. આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદી હિલોળે ચઢી છે. આજવા સરોવરના જળસ્તર 214.15 ફૂટે પહોંચ્યા છે. પ્રતાપપુરા સરોવર 230.65 પહોંચ્યું છે.
વિશ્વામિત્રી નદિ ભયજનક સપાટીથી 7 ફૂટ ઉપરથી વહી રહી છે
પાણીની આવકને પગલે વિશ્વામિત્રી નદિ ભયજનક સપાટીથી 7 ફૂટ ઉપરથી વહી રહી છે. વિશ્વામિત્ર નદીએ 33.25 ફૂટનું લેવલ ક્રોસ કર્યું છે. જેમાં વિશ્વામિત્રી નદીના નીર શહેરમાં પ્રવેશ્યા છે. તેમજ કાલાઘોડા બ્રિજ ગત સાંજથી જ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. તેમજ આરાધના ટોકીઝ, એસએસજી હોસ્પિટલ તરફ વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે. તેમજ નરહરી સર્કલ પાસે પાણીમાં રીક્ષા ફસાઈ હતી.
Source link