GUJARAT

Viramgam: ઓર્થોપેડિક ડોક્ટરને ધમકી આપી ખંડણી માગનારને વિરમગામ પોલીસે દબોચ્યો

વિરમગામમાં તબીબને ધમકી આપી રૂ. 13 લાખની ખંડણી માંગનાર શખ્સને પોલીસે ભોજવા બ્રિજ પાસે આવેલા ચામુંડા માતાજીના મંદિર પાસેથી રૂ. 4 લાખની રોકડ સાથે દબોચી લઈને વધુ તપાસ આદરી છે.

વિરમગામ શહેરમાં વર્ષ 2017થી ઓર્થોપેડીક ડોકટર પ્રકાશ સારડા અને તેમના એનેસ્થેટીક અભ્યાસુ તેમજ પાલિકા સભ્ય પત્ની શિવ હોસ્પિટલ નામથી હોસ્પિટલ ચલાવે છે. ડોકટર પ્રકાશ સારડા સોશિયલ મીડિયામાં ઘણા ગૃપોમાં જોડાયેલા છે. ગત તા. 14મી ઓગષ્ટે સોશિયલ મીડિયામાં શિવ હોસ્પિટલની પ્રતિષ્ઠાને હાનિ થાય તેવુ બદનામ કરવા લખાણ મોબાઈલ નંબરથી મુકાયું હતુ.બાદમાં ડોકટરને વોટ્સેપ ફેન કરી હોસ્પિટલ ચલાવવી હોય તો રૂબરૂ મળવા જણાવ્યુ હતુ. જે ફેન વિજય સભાડનો હતો. જેથી ડોકટરે તેને ઘરે રાત્રે શાંતિથી મળવા બોલાવતા બંને મળ્યા હતા. ત્યારે વાતચીત દરમિયાન ડોકટરને હોસ્પિટલને તાળુ લગાડવા ખોટા કેસમાં સપડાવવા અને બદનામ કરવાની ધમકી આપી રૂ. 13 લાખની માંગ કરી હતી. જે રકમ મેળવવા માટે અવારનવાર ઉઘરાણી કરવામાં આવી હતી. જેથી ડોકટરે રૂ. ચાર લાખ રકમની હાલ સગવડ હોવાનુ જણાવતા બુધવારે રાત્રે વિજય આર.સભાડ ડોક્ટરના ઘરે પહોંચી રકમ લઇ ગયો હતો. જે રકમની ચલણી નોટ બંડલ પર ડોકટરે હોસ્પિટલના સિક્કા લગાવ્યા હતા. ખંડણીની રકમ લઇ ગયા બાદ ડોકટર પ્રકાશ સારડાએ પોલીસનો સંપર્ક સાધી ફ્રિયાદ નોંધાવતા પોલીસે તુરત જ તપાસના ચક્રોગતિમાન કરી વિજય સભાડને રૂ. 4 લાખની રોકડ સાથે ભોજવા બ્રિજ પાસેથી દબોચી લીધો હતો અને વધુ તપાસ શરૂ કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button