
12 વર્ષ પછી રણજી ટ્રોફીના મેદાનમાં વિરાટ કોહલીનું પુનરાગમન ખુબ જ ખાસ રહેશે. દિલ્હી અને રેલવે વચ્ચે રમાઈ રહેલી મેચના બીજા દિવસે ડીડીસીએ કોહલીનું સન્માન કરશે. આ સન્માન વિરાટને ટેસ્ટ ક્રિકેટમાં 100 મેચ રમવા બદલ આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કોહલીનું સન્માન સાંજે 4.30 વાગ્યે કરવામાં આવશે.
વિરાટ કોહલીનું કરાશે સન્માન, DDCAએ તૈયારીઓ કરી પૂર્ણ
ટેસ્ટના પહેલા દિવસે વિરાટને બેટિંગ કરવાની તક મળી ન હતી. જોકે, બીજા દિવસે કોહલી પણ બેટથી સારું પ્રદર્શન કરતો જોવા મળશે. જોકે, કોહલીએ વર્ષ 2022માં ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં તેની 100મી ટેસ્ટ મેચ રમી હતી. રણજી ટ્રોફીમાં વિરાટ કોહલીની વાપસીને યાદગાર બનાવવા માટે ડીડીસીએએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. દિલ્હી અને રેલવે વચ્ચેની મેચના બીજા દિવસે, દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં 100 મેચ રમવા બદલ કિંગ કોહલીનું સન્માન કરશે. ભારતીય સમય મુજબ સાંજે 4.30 વાગ્યે વિરાટ કોહલીનું સન્માન કરવામાં આવશે.
25,000 ફેન્સને ફ્રીમાં એન્ટ્રી અપાશે
મેચના પહેલા દિવસે કોહલીને બેટિંગ કરવાની તક મળી ન હતી. જોકે, કેમેરાનું ધ્યાન આખો દિવસ વિરાટ પર જ રહ્યું છે. કોહલી મેદાન પર ચાહકો સાથે મસ્તી કરતો પણ જોવા મળ્યો છે. વિરાટ બીજા દિવસે બેટિંગ કરતો જોવા મળશે તેવા આશા ફેન્સ રાખીને બેઠા છે. કોહલીની ઘરેલુ ક્રિકેટમાં વાપસીના પહેલા દિવસે અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાહકોની ભારે ભીડ એકઠી થઈ હતી. પોતાના ફેવરિટ ક્રિકટેરના ખાસ લગાવને ધ્યાનમાં રાખીને, DDCAએ ટેસ્ટના બીજા દિવસે ચાહકોને એક ખાસ ભેટ આપવાનું પણ નક્કી કર્યું છે. અહેવાલો મુજબ DDCA બીજા દિવસે કોહલીની બેટિંગનો આનંદ માણવા માટે 25,000 ચાહકોને મેદાનમાં મફત પ્રવેશ આપવાની તૈયારી કરી રહ્યું છે. પહેલા દિવસે 10,000 ક્રિકેટ ફેન્સને મફત પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિરાટની હાજરીને કારણે સ્ટેડિયમ દર્શકોથી ભરેલું હતું.
Source link